Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મુખ્યમંત્રી ભૂપેન્દ્ભાઈ ર પટેલ આવતીકાલે કચ્છમાં: સફેદરણમાં G-20 ની બેઠકમાં સહભાગી થશે

કેન્દ્રીય મંત્રીઓ કિશન રેડ્ડી અને પરસોત્તમ રૂપાલા પણ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં ઉપસ્થિત રહેશે

ભુજ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંગળવાર, તા.૭ ફેબ્રુઆરી અને બુધવાર તા.૮ ફેબ્રુઆરીએ કચ્છના ધોરડો-સફેદ રણ ખાતે યોજાનારી G-20 ની પ્રથમ ટુરિઝમ વર્કીંગ ગૃપની બેઠકમાં સહભાગી થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના આ પૂર્વ નિર્ધારીત રોકાણોના કારણે તા.૭ ફેબ્રુઆરી, મંગળવાર અને તા.૮ મી ને બુધવારે ગાંધીનગરમાં સાંસદઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ કે પ્રજાવર્ગો-નાગરિકોને મળી શકશે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 ની બેઠકો પૈકી ૧પ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. આ પૈકી ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠક તા. ૭ થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે આયોજિત કરવામાં આવેલી છે.
આ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં ભારત સરકારના પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી  પરસોત્તમ રૂપાલા તેમજ G-20 ના સહભાગી દેશોના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે.
 
 
 
 

 

(6:23 pm IST)