Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

જામનગરમાં ચેન સેરવી જનાર મહિલા ઝડપાઇ

જામનગર તા.૬ :  સીટી એ ડીવી પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧ર૦૨૦૦૮૨૩૦૨૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ મુદામાલ લઇ એક મહિલા  સોના ચાંદીની દુકાન પાસે આટા ફેરા કરે છે અને તેને લીલા કલરની સાડી તથા માથે કેસરી અને લીલા કલરની બાંધણીની ચુંદડી પહેરેલ છે તે બાબતે વોચમાં હતા. દરમિયાન મહિલા આરોપી હંસાબેન વા.ઓફ રમેશભાઇ વેલાભાઇ પરમાર દેવીપુજક ઉ.વ.૩૧ ધંધો ઘરકામ રહે. ખેતીવાડી ફાટકની બાજુમાં બાવરીવાસ જામનગર વાળી મળમમી આવેલહ ોય મજકુરની અંગ ઝડતી કરતા મજકુર મહિલા પાસેથી સોનાનો ચેઇન જેનો વજન રર.૧૭પ ગ્રામ છે. જેની કિ. રૂા.ક્ષ્ લાખ ગણી જામનગર સીટી એડીવી પો. સ્‍ટે. ૧૧ર૦૨૦૦ ૮૨૩૦૨૨૪ ઇ.પી.કો. કલમ  ૩૭૯ મુજબના મુદામાલ તરીકે કબજે કરી ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેકટ કરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સ. એમ.બી.ગજજર પો. સબ.ઇન્‍સ. બી.એસ. વાળા તથા પો. હેડ કોન્‍સ. દેવાયતભાઇ આર. કાંબરીયા તથા મહીપાલસિંહ એમ.જાડેજા તથા રવિરાજસિંહ એ. જાડેજા તથા રવિન્‍દ્રસિંહ એન.પરમાર તથા સુનીલભાઇ એ. ડેર તથા પો. કોન્‍સ. વિક્રમસિંહ બી. જાડેજા તથા રવિભાઇ જી.શર્મા તથા શૈલેષભાઇ કે. ઠાકરીયા તથા મહેન્‍દ્રભાઇ પરમાર તથા શિવરાજસિંહ એન.રાઠોડ તથા યોગેન્‍દ્રસિંહ એન. સોઢા તથા વિરેન્‍દ્રસિંહ બી. જાડેજા દ્વારા કરવામાં આવેલ છે

(1:28 pm IST)