Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વેરાવળના વેપારી પરિવારો વ્‍યાજના દરિયામાં ડૂબ્‍યા

કરોડોની મીલકતો, લાખોનું સોનું વ્‍યાજ ભરવામાં સાફ : એક એ ઝેરી દવા પી આપઘાતની કોશિષ કરી

(દીપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૬ : વેરાવળ શહેરમાં વ્‍યાજખોરોથી અનેક પરીવારો ધુ્રજે છે મોટા વ્‍યાજખોરોના ચક્રમાં રઘુવંશી પરીવારો આવી જતા વ્‍યાજના  દરીયામાં ડુબી ગયેલ છે એક કરોડ જેટલી રકમ જે તે વખતે ધંધા માટે લીધેલ હતી તે રકમ બે કરોડ જેટલી ચુકવેલ હોય તેમ છતા ૧૬ જેટલા વ્‍યાજખોરો હજુ પણ ત્રણથી દસ ટકા લાખો રૂપીયાનું વ્‍યાજ માંગી રહેલ છે તેમજ ચેકો રીર્ટન કરાવી કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી રહેલ છે જયારે અમુકે તો તેમની મીલ્‍કતોના સાટા કરાર દસ્‍તાવેજો કરી લઈ લીધેલ છે બાપ દાદાના વખતનું સોનું પણ વ્‍યાજમાં વેચી  નાખવું પડેલ છે ચાર પરીવારો ભારે મુશ્‍કેલીમાં મુકાયેલ છે

પોલીસને લેખીતમાં અરજી અપાયેલ છે જેમાં ગુના નોધવાની શરૂઆત કરાયેલ છે પણ આવા અનેક પરીવારો હજુ પણ ડરના હીસાબે પોલીસ પાસે જઈ શકતા નથી જેથી અનેકની જિંદગી મુશ્‍કેલીમાં મુકાયેલ છે જેમાં એક મહીલા એ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરેલ છે.

મજબુરી લાચારી પરીવારોને ભારે મુશ્‍કેલીમાં મુકી શકે છે તેવા બનાવો બહાર આવવા લાગેલ છે તેમા વેરાવળ નો જોબનપુત્રા પરીવારે ડબલ કરતા પણ વધારે વ્‍યાજ ભરેલ હોય તેમ છતા ત્રણથી દસ ટકા વ્‍યાજ વસુલ કરનારાઓ તેમનું જીવવું હરામ કરી દીધેલ છે આ પરીવારને જસ્‍મીતા પીયુષ જોબનપુત્રાએ જણાવેલ હતું કે ગુજરાત સરકારના વ્‍યાજખોરોના અભીયાનની ઝૂંબેશથી અમારો  પરીવાર બહાર આવવા માટે આસા સેવી રહયું છે મારા પતિએ બાંધકામનો ધંધો ચાલુ કરેલ હતો ફલેટો, દુકાનો બનાવેલ હોય જેમાં નાણાની જરૂર પડતા અલગ અલગ ૧૬ વ્‍યકતીઓ પાસે ત્રણ ટકાથી દસ ટકા વ્‍યાજે લીધેલ હતા. જેમાં કોરા ચેકો, પ્રોમસરી નોટ,સાટા કરાર તેમજ મીલ્‍કતોના દસ્‍તાવેજ પણ કરી દીધેલહતા સમયસર ફલેટો, દુકાનો વેચાયેલ ન હોય જેથી વ્‍યાજ મોટા પાયે ચડી ગયેલ હોય એકાદ કરોડ રૂપીયા લીધેલ હોય તેના બે કરોડ વ્‍યાજ ચુકવી દીધેલ હોય જેમાં કરોડોની મીલ્‍કતો બાપ દાદાનું સોનું વેચી નાખવું પડેલ હતું અઢી ગણુ વ્‍યાજ ચુકવેલ હોય તેમ છતા વ્‍યાજખોરો દ્વારા સતત પૈસાની  માંગણી ત્રાસ અપાતો હોય અમારી પાસે આર્થિક કોઈપણ સગવડતા ન હોય જેથી આઠેક માસ પહેલા પણ પોલીસને જણાવેલ હતું તેમ છતા વ્‍યાજખોરો મજબુરી લાચારીનો લાભ લેતા હતા એવી ઉઘરાણી કરતા હતા કે જિંદગીથી નફરત થવા લાગેલ હતી.

 ગુજરાત સરકાર દ્વારા વ્‍યાજખોરો સામે ઝૂબેશ થતા અમોએ ૧૬ જેટલા વ્‍યાજખોરોના નામો સાથે ફરીયાદ કરેલ છે પોલીસ દ્વારા અમારા પરીવા ને મદદ મળતી રહે તો પરીવાર બચે વ્‍યાજ વટાવનો ધંધો કરતા વ્‍યાજખોરો એટલી નીચી કક્ષા જાય છેકે શબ્‍દોમાં વર્ણનકરવું પણ મુશ્‍કેલ થાય છે.

મનોજ તન્‍નાએ જણાવેલ હતું કે વ્‍યાજખોરોના ત્રાસ અમારો પરીવાર ત્રાસ દાયક સ્‍થિતીમાં મુકાય ગયેલ છે ત્રણ નાના બાળકો છે એક ફરીયાદ પોલીસે નોંધેલ છે બીજા વ્‍યાજખોરો ઘરે આવીને ત્રાસ આપતા હોવાથી મારી પત્‍ની શીતલ દવા પી જતા જુનાગઢ સારવાર માં આવેલ છે આ સિવાયના બે પરીવારો પણ ભારે મુશ્‍કેલીમાં મુકાયેલ છે જેમાં ફકત ૪૦ હજાર વ્‍યાજે લીધેલ હોય તેના પ લાખ ૧૧ હજારનો ચેક રીર્ટન કરાવી કોર્ટમાં ફરીયાદ કરેલ છે.

ચોથા કીસ્‍સામાં ધંધા માટે નાણા ની જરૂર હોય તેમાં નુકશાની જતા રોજેરોજ પરેશાન કરતા હોય જેથી ધંધો કરી શકતા નથી તેમજ બાળકોની ફી પણ ભરી શકતા નથી.

પોલીસ તંત્ર દ્વારા આવા પરીવારો પાસે અરજી લઈ ફરીયાદો દાખલ કરવાની શરૂઆતો કરેલ છે પણ સાવ નીચી કક્ષાએ જઈ પરીવારોને મુશ્‍કેલીમાં મુકી દેતા હોય જેથી તમામ વ્‍યાજખોરો પાસેથી તેમના મોબાઈલ હીસાબની બુક ચેકો, સાટા કરાર તેમજ દસ્‍તાવેજો કરી  પુરેપુરી તપાસ કરવી જોઈએ તેવી પરીવારો માંગ ઉઠી છે.

(1:13 pm IST)