Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વેરાવળમાં ૨૦ ટકા વ્‍યાજની પઠાણી ઉઘરાણી : મહિલાએ દવા પીધી

૧૦ હજારનું ૯૧૦૦ વ્‍યાજ ભર્યુ છતાં પણ વારંવાર ધમકી : લોહાણા મહાજન પ્રમુખ હોસ્‍પિટલ દોડી ગયા

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ૬ : વેરાવળ આવાસ યોજનામાં રહેતી મહીલા તથા તેના પતિ પાસે ૩ શખ્‍સો વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતા હોય જેથી લાગી આવતા ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં જુનાગઢ સારવારમાં  ખસેડેલ છે આ બનાવની મનોજ તન્‍નાએ લોહાણા મહાજન પ્રમુખને જાણ કરતા તાત્‍કાલીક હોસ્‍પીટલે પહોચી ગયેલ હતા સારવાર તેમજ કડક કાર્યવાહી માટે રજુઆત કરેલ હતી.

વેરાવળ આવાસ યોજનામા રહેતા લોહાણા શીતલબેન મનોજભાઈ તન્‍ના ત્રણ નાના બાળકો સાથે રહે છે તેને દવા પી જતા ગંભીર હાલતમાં સારવારમાં ખસેડેલ હતા પીડીત મનોજભાઈ તન્‍નાએ બનાવની જાણ કરતા લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડ સીવીલ હોસ્‍પીટલ માં દોડી ગયેલ હતા અને તેમને વધુ સધન સારવાર મળે તે માટે ડોકટરો સાથે વાત કરેલ હતી તેમજ પી.આઈ ઈશરાણી ને આખી ઘટનાની જાણ કરી આ પરીવાર માં ત્રણ નાના બાળકો હોય અને આવી ગંભીર ઘટના બની છે જેની સાચી તપાસ કરી કડક કાર્યવાહી નીમાંગ કરેલ હતી. શિતલબેન મનોજભાઈ તન્‍નાએ પોલીસમાં ફરીયાદનોધાવેલછેકે બિમારી માટે ૧૦,૦૦૦ની જરૂર પડેલ હોય જેથી મારા પતિ એ શૈલેષ સોલંકી સાથે વાત કરેલ અને તેને કહેલ કે પાંચ ટકા વ્‍યાજે  મારા ભાઈ અશ્‍વીનભાઈ સોલંકી પાસેથી વ્‍યાજે અપાવી દઈશ તેમ કહી અમારા ધરેણા સાડા ચાર તોલા બેંકમાંથી છોડાવી દીધેલ હતા  અને મને રૂા.૧૦,૦૦૦ આપેલ જેતે વખતે બન્‍ને ભાઈઓએ ઘરેણા  છોડાવવાના પૈસા ભરેલ હતા ત્‍યારબાદ બન્‍ને ભાઈ દર મહીને ૯૧૦૦ વ્‍યાજ લેતા હતા જો બે દિવસ મોડુ થાય તો ૧૦,૦૦૦ ભરવાના થતા હતા અમો તેઓને વ્‍યાજ ચુકતે કરતા હતા અમારી આર્થિક સ્‍થીતી  ખરાબ જઈ જતા વ્‍યાજ ભરવા પહોચી શકેલ ન હોય જેથી તેઓ  અવાર નવાર ધમકી આપતા હતા જેથી તા.ર૮/૧/ર૩ ના રોજ પોલીસને અરજી આપેલ હતી જેમાં જણાવેલ કે અમારા દાગીના આપતા નથી તેમજ વારંવાર ધમકીઓ આપી ત્રાસ આપે છે જેથી ફરીયાદ પોલીસે બે દિવસ બાદ નોધાવવા આવજો નોંધી લેશું. તા.૩/ર/ર૩ ના રોજ રાત્રે ૮ વાગ્‍યે હું તથા મારા પતિ તથા મારા બાળકો ઘરે હતા ત્‍યારે મેરૂભાઈ રબારી ઘરે આવેલ હતા કહેવા લાગેલ કે મનોજને મે ૩૮૦૦ આપેલા છે તે કેમ નથી આપતો તેમ કહી  ધમકાવવા લાગેલ હતા મેરૂ રબારીએ છ હજાર ર૦ ટકા વ્‍યાજે આપેલ હતા તેને કોરો ચેક આપેલ હતો તે ચેક નાખી કેસ કરવાની ધમકી આપતા હતા વ્‍યાજખોરોના ત્રાસથી કંટાણી જઈ જાતે દવા પીધેલ હોય તેમ પોલીસને જણાવેલ હતું. જેથી પોલીસે શૈલેષ સોલંકી, અશ્‍વીન સોલંકી, મેરૂભાઈ રબારી અવાર નવાર આવી વ્‍યાજની પઠાણી  ઉઘરાણી કરતા હોય ધમકી આપતા હોય જેથી લાગી આવતા શિતલ મનોજભાઈ તન્‍નાએ ઝેરી દવા પી લેતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરેલ છે.

(1:01 pm IST)