Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

પ્રભાસપાટણ ચોરીના ગુન્‍હાનો આરોપી અમરેલીથી ઝડપાયો

અમરેલી તા. ૬ : પ્રભાસ પાટણ પો.સ્‍ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૬૦૦ર૪રર૦ર૪૭/ર૦રર, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુન્‍હાનો આરોપી છેલ્લા ૧ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, અમરેલી એસ.ટી.બસ સ્‍ટેશન મુકામેથી પકડી પાડી, અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં સોંપી ગીરસોમનાથ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી ઉપર મોટર સાયકલ ચોરીના ઘણા ગુન્‍હાઓ હોય અને તે ગુન્‍હાઓના કામે કોર્ટમાં હાજર રહેતો ન હોય, જેથી મજકુર આરોપીના સિવીલ કોર્ટ, વેરાવળના ત્રણ પકડ વોરંટ, તાલાલા કોર્ટના બે પકડ વોરંટ અને ગોંડલ કોર્ટમાંથી બે પકડ વોરંટ એમ કુલ સાત પકડ વોરંટ રાકેશ ઉર્ફે રાકલો અમરાભાઇ સોલંકી ઉ.૩૧, રહે મુળ બાંભણીયા, તા.વડીયા, હાલ રહે. જુનાગઢ, ફકીરવાડો, મજેવડી દરવાજાની સામે  મૃત્‍યુ થયેલ હતા.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્‍સ .એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ, જાવેદનભાઇ ચૌહાણ, મનિષભાઇ જોષી, પોપટભાઇ ટોટા તથા પો.કોન્‍સ. રાહુલભાઇ ધાપા, નિકુલસિંહ રાઠોડ, ભાવિનગીરી  ગોસ્‍વામી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

(1:00 pm IST)