Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

વેરાવળમાં દાગીના ભરેલ થેલો ઉઠાવી જનાર રિક્ષા ચાલક પિતા-પુત્ર ઝડપાયા

વેરાવળ તા. ૬ : વેરાવળ સીટી પો.સ્‍ટે. ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૯૨૩૦૦૮૦/૨૦૨૩ આઇપીસી ક.૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ અને સદરહુ ગુનાના ફરિયાદી ગાયત્રીબેન વા/ઓ વિજયભાઇ હસમુખલાલ રાજયગુરૂ રહે.લોઢવા, તા.સુત્રાપાડા વાળાએ પોતાની ફરિયાદમાં જણાવેલ કે, ર્ંઅજાણ્‍યા ઓટો રિક્ષાના ડ્રાઇવરે આ કામના ફરિયાદીને રિક્ષામાં ભાડેથી પેસેન્‍જર તરીકે બેસાડેલ હોય અને ફરિયાદી તથા સાહેદો વેરાવળ સબ સ્‍ટેશન ખાતે રિક્ષામાંથી ઉતરતી વખતે આરોપી રિક્ષા ચાલકે ફરિયાદી તથા સાહેદોની નજર ચુકવી ફરિયાદી તથા સાહેદોની દાગીનાની થેલી રાખેલ કાળો થેલો જેમાં સોનાના અલગ અલગ દાગીના મળી કુલ ૧૬.૫ (સાડા સોળ) તોલા જેની આશરે કિં.રૂા.૬,૬૦,૦૦૦ના સોનાના દાગીનાની ચોરી કરી રિક્ષા લઇ નાસી ગયેલ.

વેરાવળ સીટી પો.સ્‍ટે.ના ર્ંપોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.એમ.ઇશરાર્ણીં નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. દેવદાનભાઇ તથા વિપુલસિંહ રામસીંગભાઇ તથા પ્રતિપાલસિંહ ગીગાભાઇ તથા મેરામણભાઇ બિજલભાઇ તથા પો. હેડ કોન્‍સ. મયુરભાઇ મેપાભાઇ તથા અનિરૂધ્‍ધસિંહ જશવંતસિંહ તથા વિશાલભાઇ પેથાભાઇ તથા પો. કોન્‍સ. પ્રદિપસિંહ વાલાભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાઇ બાંભણીયા તથા જયેશભાઇ બાલુભાઇ તથા પો. કોન્‍સ. રોહિતભાઇ જગમાલભાર્ઇં એ રીતેના પો.સ્‍ટાફની અગલ અલગ ટીમો બનાવી ઉપરોકત ચોરીના મુદામાલ તથા આરોપી બાબતે ર્ંનેત્રમ સીસીટીવી ઇણાજ ખાતેના સીસીટીવી ફુટેજ તપાસતા સદરહુ ગુનામાં ફરિયાદીએ જણાવેલ અજાણી ઓટો રિક્ષાના રજી.નં. GJ-01-DV-2512 ના જણાયેલ જેથી સદરહુ રજી.નં. GJ-01-DV-2512 ઇગુજકોપ તથા પોકેટકોપ મારફતે ચેક કરાવતા જેન્‍તીભાઇ રાજાભાઇ મેવાડા રહે.-વાવડી તા.વેરાવળ વાળાના નામે રજી. થયેલાનું જણાયેલ જેથી સદરહુ જેન્‍તીભાઇ રાજાભાઇ મેવાડા રહે.મુળ-વાવડી તા.વેરાવળ હાલ રહે.વેરાવળ, વિઠ્ઠલવાડી, ડાભોરરોડ, ખોડીયાર મંદિરની પાસે નાઓને બોલાવી યુક્‍તિ-પ્રયુક્‍તિથી પુછપરછ કરતા મજકુર આરોપીએ જણાવેલ કે આ કામે પોતાની રિક્ષામાં બેસેલ મહીલા પેસેન્‍જરનો થેલો પોતાએ તેમની નજર ચુકવી ચોરી કરી લઇ ઘરે જઇ સોનાના દરદાગીના ચેક કરી સદરહુ થેલો પોતાના દિકરા મયુરભાઇ જેન્‍તીભાઇ મેવાડાને સંતાડી દેવા જણાવતા પોતાના દિકરાએ ફરિયાદમાં જણાવેલ સોનાના દરદાગીના વાળો થેલો વેરાવળ ડાભોર ગ્રાઉન્‍ડ, રેલ્‍વે ટ્રેક નીચે આવેલ ગરનાળાની પાસે સંતાડી દીધેલ હોવાની હકીકત જણાતા સદરહુ જગ્‍યાએ મજકુર આરોપીઓને સાથે રાખી તપાસ કરતા ઉપરોકત ર્ંગુનામાં ચોરીમાં ગયેલ અસલ મુદામાલ સોનાના તમામ દરદાગીના સાથે તથા ગુનામાં ઉપયોગ કરેલ (૨) બે ઓટો રિક્ષા સાથે બે આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) જેન્‍તીભાઇ રાજાભાઇ મેવાડા કોળી, ઉ.વ.૪૩, ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ, રહે.મુળ-વાવડી તા.વેરાવળ હાલ રહે.વેરાવળ, વિઠ્ઠલવાડી, ડાભોરરોડ, ખોડીયાર મંદિરની પાસે (૨) મયુરભાઇ જેન્‍તીભાઇ મેવાડા કોળી, ઉ.વ.૨૪, ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ, રહે.વેરાવળ, વિઠ્ઠલવાડી, ડાભોરરોડ, ખોડીયાર મંદિરની પાસેથી મુદ્દામાલ કબ્‍જે કરેલ છે.

(12:54 pm IST)