Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ભાયાવદર કોલેજમાં સાથે અભ્‍યાસ કરતી યુવતીને લાફો માર્યો

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા,તા. ૬ : ભાયાવદર ગામે આવેલ એચ.એમ.પટેલ કોલેજમાં અભ્‍યાસ કરતી કોળી યુવતીને સામાન્‍ય બાબતે બોલાચાલી કરી લાફો મારતા પોલીસ ફરિયાદ થયેલ છે.

મતવા શેરીમાં રહેતા રબારી પ્રકાશ હાજા, ખાંભલાએ સાથે અભ્‍યાસ કરતી કોળી યુવતીને કહેલ કે તને કોલેજ આવવાની ના પાડી છતાં કેમ આવી તેવું કઇ આરોપી પ્રકાશે યુવતી ઉપર હુમલો કરી લાફો મારીને આરોપી ભાગી ગયેલ યુવતી કોલેજના ગેટ પાસે પહોંચેલ ત્‍યારે રોકીને હુમલો કરેલ હતો. આ અંગે ભાયાવદર પોલીસમાં ફરિયાદ થતા પીએસઆઇ પી.કે.મેતા એ આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

લોક અદાલતનું ઉપલેટા

કોર્ટમાં આયોજન

ઉપલેટા કોર્ટ ભાયાવદર કોર્ટે અને ઉપલેટા એડિશનલ કોર્ટમાં થયેલા વિવિધ કેસોમાં જે કેસોમાં સમાધાન થઇ શકે તેવા હોય તેવા કેસોનું સમાધાન કરવા ઇચ્‍છતા પક્ષકારો માટે ઉપલેટામાં પ્રથમ રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં બેંકને લગતા પીજીવીસીએલને લગતા સિવિલ કેસો ભરણપોષણના કેસો ભરણપોષણની રીકવરીના કેસ ક્રિમિનલ કેસો ડોમેસ્‍ટિક કેસો, ચેક પરત ન કેસો તથા અન્‍ય સમાધાનપાત્ર છે. તેવો કેસો તથા પ્‍લી બાર્ગેઇનિંગના કેસો આ અદાલત મુકવામાં આવશે જેથી જાહેર હિતમાં ઉપલેટા તાલુકાના પક્ષકારો લોક અદાલતનો લાભ ઇચ્‍છતા હોય તેઓએ પોતાના વકીલનો સંપર્ક કરી કેસો લોક અદાલતમાં મુકવા ઉપલેટાના પ્રિન્‍સિપાલ જજએ દવે અને એડિશનલ જજ એસ.એસ.અજમેરીની યાદીમાં જણાવાયું છે.

વરલી દારૂ દરોડા

કોલકી ગામે વરલી ફીકચરનાં આંકડા લેતા પટેલ રાજેશ છગન દલસાણીયાને વરલી ફીકચર આંકડા લેતા રૂપિયા ૪૧૦ના મુદ્દામાલ સાથે પોલીસ જમાદાર દિનેશભાઇ ગોંડલીયએ પકડી પાડેલ હતો.

ગણોદ ગામ દેશી દારૂનું વેચાણ કરતા દશરથ છગન રાઠોડને દેશી દારૂ લીટર ચાર કિંમત રૂપિયા એસી મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરે છે.વધુ તપાસ પોલીસ જમાદાર પ્રવિણસિંહ રાણાએ હાથ ધરેલ છે.

(12:06 pm IST)