Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ભાવનગરમાં મોટરસાયકલની ડિકીમાંથી દોઢ લાખની ઉઠાંતરી

ભાવનગર,તા. ૬ : થોડે દૂર આવેલા બુઘેલ પ્રાથમિક શાળા પાસે રહેતા અને હીરાનો વ્‍યવસાય કરતા રાકેશભાઇ નરશીભાઇ લાઠીયા તેના મોટરસાયકલ નંબર જી.જે.૦૪ ડી,ડી,-૨૧૪૩ લઇને ભાવનગર નિર્મળનગરમાં હિરાની મજુરીના પૈસા લેવાના હોવાથી નિર્મળનગર આવેલ અને પટેલ નિકુલભાઇ પાસેથી રોકડા રૂ.૩૩,૦૦૦ લીઘેલ અને નિલભાઇના મિત્ર સુનીલભાઈ પાસેથી રૂ.૧,૦૦,૦૦૦૬ -લીધેલ અને તે પૈસા એક કાળા કલરના ઝબલામાં મુકી અને તે ઝબલુ ગાડીની રેકજીનની ડીકીમાં મૂક્‍યું હતું.

દરમિયાનમાં રાકેશભાઇ શહેર ના સરદારનગર વિસ્‍તારમાં પાઉ પકોડાનો નાસ્‍તો કરવા માટે ઉભા હતા .નાસ્‍તો કરી પરત મોટરસાયકલ પાસે આવ્‍યા ત્‍યારે ડિકી માથી અજાણ્‍યો શખ્‍સ રોકડા રૂપિયા ૧,૩૭,૦૦૦ ઉઠાવી નાસી છૂટયો હતો. આ બનાવ અંગે ધોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:16 pm IST)