Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ગોંડલ બ્રહ્મ સમાજનું ગૌરવ

(અશોક જોષી દ્વારા) ગોંડલ તા. ૬ :.. ગોંડલમાં વસતા અને અમદાવાદ રહી નવકાર સી. એ. ઇન્‍સ્‍ટિટયુટમાં અભ્‍યાસ કરી રહેલા ઠાકર કૌશલ ભુપેશભાઇ ને સી. એ. ફાઉન્‍ડેશન ડીસેમ્‍બર ર૦રર માં લેવાયેલ પરીક્ષામાં કુલ ૪૦૦ માર્કમાંથી ૩૪૯ માર્કસ જેમાં એકાઉન્‍ટમાં ૯૭, મેથ્‍સ, ૯૦, ઇકોનોમીકસ ૮૯, તથા લો ૭૩ એમ કુલ ૮૭.રપ ટકા મેળવી સમગ્ર સૌરાષ્‍ટ્રમાં પ્રથમ નંબરે તથા નવકાર સી. એ. ઇન્‍સ્‍ટિટયુટ અમદાવાદમાં બીજા ક્રમે ઉતીર્ણ થઇ સમસ્‍ત બ્રહ્મ સમાજ ગોંડલ તથા ઠાકર પરિવારનું ગૌરવ વધારેલ છે જે બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે.

(11:43 am IST)