Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

ઝીંઝુવાડા નજીક રણમાં કારે પલટી મારી : બાળકીનું મોત

હળવદ,તા.૬: ગઈકાલે બપોરના સમયે હળવદ તાલુકાના ધરાળા ગામે રહેતો રબારી પરિવાર ઝીંઝુવાડા નજીક આવેલ વેરાઈ માતાજીના દર્શને કાર લઈ જઈ રહ્યા હતા ત્‍યારે રણમાં કાર પલટી મારી જતા એક ત્રણ વર્ષની માસુમ બાળકીનું મોત નીપજયું છે જયારે બે ને સામાન્‍ય ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

વિગતો મુજબ હળવદ તાલુકાના ધનાળા ગામે રહેતા બળદેવભાઈ રબારી ગઇકાલે પરિવારજનો સાથે તેઓની વેન્‍યુ કાર લઇ ઝિંઝુવાડા નજીક આવેલ વેરાઈ માતાજીના દર્શને જઈ રહ્યા હતા ત્‍યારે રણમાં કાર પલટી મારી જતા પિયુબેન બળદેવભાઈ રબારી ઉંમર વર્ષ ત્રણનું કરુણ મોત નીપજયું હતું. જયારે મોતીભાઈ વિભાભાઈ અને ધ્રુવી બેન બળદેવભાઈ ને સામાન્‍ય ઇજા પહોંચતા સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

(11:41 am IST)