Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

માંગરોળ અને વંથલીમાં જુગાર દરોડા-૧૭ ધરપકડ

જુનાગઢ તા.૬ : માંગરોળ અને વંથલી પોલીસે જુગાર અંગે દરોડા પાડીને ૧૭ શખ્‍સોની ધરપકડ કરી રૂા.૮૮ હજારનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

માંગરોળમાં જુના બસ સ્‍ટેશન રહેતા જીસાન જહાંગીર શેખનાં મકાનમાં પોલીસે રેડ કરીને જીસાન સહિત ૪ જણાએ રૂા.પ૦૪૬૦ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

તેમજ માંગરોળના માનખેત્રા ગામે જાહેરમાં જુગાર રમતા ગોવિંદ કાના ગોહેલ, દિવ્‍યેશ જગા ગોહેલ સહિતના આઠ શખસોની રૂા.રર૭ર૦ના મુદામાલ સાથે જુગાર રમવા સબબ  ધરપકડ કરી હતી.

જયારે વંથલી પોલીસે વંથલી શાકમાર્કેટ પાસેથી ફેઝલ સબીર હારૂન સીદી વાજા સહિત પાંચ ઇસમોને રૂા.૧૧પ૪૦ સાથે જાહેરમાં રમતા પકડી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:38 am IST)