Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

મોરબીમાં કૈફી દ્રવ્ય પીને વાહન ચલાવનાર બે શખ્શો ઝડપાયા.

મોરબી શહેર અને તાલુકા પોલીસ ટીમ દ્વારા કૈફી દ્રવ્ય પીને બાઈક અને કાર ચલાવનાર બે શખ્શોને ઝડપી લઈને પોલીસે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા રેલ્વે સ્ટેશન પાછળથી બાઈક જીજે ૩૬ એચ ૮૭૫૦નો ચાલક દીપક પ્રેમજી સોલંકી (રહે રોહીદાસપરા મેઈન રોડ મોરબી વાળો) કૈફી દ્રવ્ય પીને બાઈક ચલાવતા ઝડપાયો હતો

 જયારે મોરબી તાલુકા પોલીસે ટીંબડી ગામના પાટિયા નજીકથી ઇકો કાર આરજે ૩૦ સીબી ૦૪૪૬ ના ચાલક રઘુવીરસિંહ નથુસીંગ રાવત (ઉ.વ.૩૨) (રહે માળિયા મૂળ રાજસ્થાન વાળા)ને કૈફી દ્રવ્ય પીને કાર ચલાવતા ઝડપી લીધોહતો જે બંને આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:13 pm IST)