Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જાફરાબાદ નગરપાલિકા થઈ સમરસ : તમામ 28 બેઠક પર ભાજપનો કેસરિયો : નગરપાલિકાને મળશે રૂ.1 કરોડનું સરકારી અનુદાન

જાફરાબાદ :  નગરપાલિકાની તમામ 28 બેઠકો બિનહરિફ થતાં કોંગ્રેસ મોવડી મંડળમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તો સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો છે. જાફરાબાદ નગરપાલિકામાં ઈતિહાસમાં પ્રથમ વખત આવી રાજકીય ઘટના બની હતી.

નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ હતો. જેમાં સાત વોર્ડ માં કોંગ્રેસના એક પણ ઉમેદવારોએ અગાઉથી જ ઉમેદવારી નોંધાવી ન હતી, જો કે, ચાર જેટલા અપક્ષોએ ઉમેદવારી નોંધાવી હતી તેઓએ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.

આ સાથે ભાજપના 28 સભ્યો બિનહરિફ ચૂંટાયા હતા અને જાફરાબાદ નગર પાલિકા આંશિક સમરસ જાહેર થઈ હતી. નોંધનીય છે કે, જાફરાબાદ નગરપાલિકા સમરસ જાહેર થતાં નગરપાલિકાને રૂ.1કરોડનું સરકારી અનુદાન મળશે.

(4:50 pm IST)