Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના હસ્તે મોરબીમાં કાર્યાલયનું ઉદ્ઘાટન

મોરબી તા. ૬ : મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘને વધુ મજબૂત બનાવવા અને વિવિધ સમાજ ઉપયોગી કર્યો કરવાની ભાવના સાથે મોરબીમાંઙ્ગતાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સંગઠનના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાં ગુજરાત પ્રાથમિક શિક્ષક સંગઠનનું ખુબજ મોટું નામ છે જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું અદકેરું સ્થાન છે,ઙ્ગજેથી શિક્ષકોના આ સંગઠન દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા અને વિવિધ સમાજ ઉપયોગી કાર્ય કરવા માટે નવા બસટેન્ડ મોરબી સામે હોટલ મનાલી નીચે ઇલોરા શોપિંગ સેન્ટરમાં મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંગઠનના વિધિવત કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ ડી.જાડેજા ના હસ્તે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.,ઙ્ગઆ તકે રાજય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી સતિષભાઈ પટેલ,ઙ્ગકોષધ્યક્ષ ભાભલુંભાઈ વરૂ,ઙ્ગઉપપ્રમુખ શૈલેષભાઇ સાણજા,ઙ્ગમોરબી જિલ્લા પ્રમુખ મણિલાલ સરડવા,ઙ્ગમહામંત્રી યુસુબભાઈ પરમાર,ઙ્ગપૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવા તથા રમેશભાઈ સહિતના મહાનુભાવો હાજર રહયા હતા.

પાટીદાર યુવાનો માટે

સ્પર્ધાત્મક પરિક્ષાના વર્ગો

પાટીદાર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત 'પાટીદાર ધામ' દ્વારા GPSC, UPSC અને અન્ય સ્પર્ધાત્મક પરિક્ષાઓની સંપૂર્ણ તૈયારી માટે 'વિનામૂલ્યે' કોચિંગ વર્ગો શરુ કરવામાં આવશે. આ કોચિંગ વર્ગમાં જોડવા ઈચ્છતા પાટીદાર યુવાનો માટે 'પાટીદાર સેવા સમાજ', પ્રથમ માળે, આશાપુરા ટાવર , નવા બસ સ્ટેન્ડ સામે મોરબી ખાતે રજીસ્ટ્રેશન ફોમ મેળવવા પાટીદાર એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે

ગુરુવારે રકતદાન શિબિર

થેલેસેમિયાના દર્દીઓને અવારનવાર લોહી ચઢાવવું પડતું હોય છે. તેઓના લાભાર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના સહયોગથી મોરબીમાં રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. થેલેસેમિયાના દર્દીઓને રાહત મળી રહી તે માટે તા. ૮ ને ગુરુવારના રોજ સવારે ૯ થી ૧, પંચમુખી હનુમાન મંદિર, ઉમા વિદ્યા સંકુલ સામે, વેજીટેબલ રોડ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક યુવાનોને લાભ લેવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ શિબિર અંગે વધુ માહિતી મેળવવા ધર્મેન્દ્ર ભાઈ જોષી(૯૭૩૭૫૨૦૦૫૭)નો સંપર્ક કરવો.

(1:07 pm IST)