Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ઇન્ડિયા ગેસ સોલ્યુશન્સના સી.ઇ. ઓ.તરીકે વિનોદ તાહિલિયાણી

આઇ.જી.એસ.બ્રિટીશ પેટ્રોલિયમ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચેનું કુદરતી ગેસ પ્રાપ્ત કરવા, વેચાણ અને પરિવહન માટેનું સંયુકત સાહસ છે

જામનગર તા.૬: ઇન્ડિયા ગેસ સોલ્યુશન્સ પ્રા.લિ.(આઇ.જી.એસ.)એ વિનોદ તાહિલિયાણીની કંપનીના સી.ઇ.ઓ. તરીકે નિમણુક કરી હોવાની જાહેરાત કરી હતી. આઇ.જી.એસ.ભારતમાં કુદરતી ગેસ પ્રાપ્ત કરવા, અને વેચાણ માટે બ્રિટીશ પેટ્રોલિયમ (બી.પી.)અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)વચ્ચેનું સંયુકત સાહસ છે

શ્રી તાહિલિયાણી ઓઇલ અને ગેસ વ્યવસાય અને પ્રોજેકટ ફાઇનાન્સિગમાં આંતરાષ્ટ્રીય સ્તરનો ૨૫ વર્ષોનો અનુભવ ધરાવે છે. તેઓ બ્રિટીશ પેટ્રોલિયમમાંથી આઇ.જી.એસ.માં જોડાયા છે તેઓ છેલ્લે બી.પી.ઇન્ડિયામાં સ્ટ્રેટેજી અને કોમર્શિયલ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ હતા. બી.પી.માટે તેમણે ગેસની વેલ્યુ ચેઇન અંગેનો વ્યવસાયનો વિકાસ કર્યો હતો. અન ભારત, અંગોલા અને વિયેટનામમાં ઓઇલ, ગેસ અને વીજ કારોબારના વિકાસ માટે કાર્ય કર્યુ હતું.

બી.પી.ઇન્ડિયાના રિજીઅન પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ શશી મુકુન્દને જણાવ્યું હતું કે, અમાપ ઊર્જા માગ અને ભારતની વૃધ્ધિને વેગ આપવા માટે સુનિશ્ચિત ગેસ પૂરવઠો અત્યંત મહત્વપૂર્ણ છે અને અમારી આઇ.જી.સી.ભાગીદારી આ સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ પ્રદાન આપવાની સ્થિતિમાં છે.

''વિનોદ તિહીલાની તેમની સાથે આઇ.જી.એસ.ને દોરવણી આપવા માટેની નિપુણતા લાવે છે, કારણ કે અમે વ્યવસાયને વધુ વિકસાવવા માંગીએ છીએ'' એમ આર.આઇ.એલ.ના એકઝેકયુટીવ ડાયરેકટર પી.એમ.એસ.પ્રસાદે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યુ હતુ કે ''ગેસની માગ અમાપ દરે વધી રહી છે અને શુધ્ધ તેમજ સાતત્યપૂર્ણ ઇંધણ સ્ત્રોત હોવાને કારણે કુદરતી ગેસ પસંદગીનું ઇંધણ બની રહેશે એવી અમારી ધારણા છે''

આઇ.જી.એસ.હાલમાં કે.જી.ડી.૬ બ્લોકમાંથી ઉત્પાદન કરવામાં આવતા ગેસને ગ્રાહકોને વેચવાના કોન્ટ્રાકટનો વહિવટી સંભાળે છે અને આર-સીરીઝ ગેસ અને એલ.એન.જી.ની આયાતની તકોને સક્રિય રીતે તપાસી રહ્યું છે. સંયુકત સાહસ કંપની દેશમાં કુદરતી ગેસના પરિવહન અને વેચાણને ઝડપી બનાવવા માટે માળખાકીય સુવિધા પર પણ ધ્યાન આપી રહી છે.

આર.આઇ.એલ.ના બિભાસ ગાંગુલી આઇ.જી.એસ.ના ચેરમેન છે, અને આઇ.જી.એસ.ના બોર્ડમાં બંને કંપનીઓનું સરખું પ્રતિનિધિત્વ છે. ઇન્ડિયા ગેસ સોલ્યુશન્સ બંને કંપનીઓની સહમતી ધરાવતા કર્મચારીઓ ધરાવે છે, જે ભારત અને આંતરાષ્ટ્રીય એમ બંને સ્તરના ગેસ વ્યવસાયનો ઊંડો અનુભવ ધરાવે છે.

(1:04 pm IST)