Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાઓના ૩૦ ઉમેદવારીપત્રો ચકાસણીમાં રદ

અમરેલી તા.૬: જિલ્લાની રાજુલા-જાફરાબાદ-લાઠી અને ચલાલા પાલિકાની ચુંટણી માટેના ફોર્મ ભરાયેલ જેની ચકાસણી આજરોજ કરવામાં આવતા કુલ ૩૦ ફોર્મ રદ કરવામાં આવ્યા છે.

ફોર્મ રદ થતા તેમજ આજે ઉમેદવારીપત્રો પરત ખેંચાયા બાદ ચૂંટણીનં ચિત્ર સ્પષ્ટ બનશે. રાજુલા નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ કોંગ્રેસના વાળા નારણભાઇ કાનાભાઇ, મહાવીરભાઇ રામકુભાઇ ધાખડા, વાણીયા જમનાબેન મંગાભાઇ જીંજાળા, પુનમબેન રાઘવભાઇ, ચાવડાગોર રંજબેન વજેશંકરભાઇ, ઉદયભાઇ રામકુભાઇ ધાખડા, પરમાર પાયલબેન જાદવભાઇ જયારે બાજપના બાબરીયા અમિતભાઇ વાલજીભાઇ, ધાખડા સંજયભાઇ જશુભાઇ, જાનીભાઇ મીનાબેન ભરતભાઇ, વાઘેલા મીનાબેન પ્રવિણભાઇ કોંગ્રેસ, બાબરીયા પુરીબેન રામજીભાઇ ભાજપનો સમાવેશ થાય છે જયારે લાઠી નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભરેલ કોંગ્રેસના ગોહિલ ઇદુબેન નરેશભાઇ, જયંતિભાઇ પોપટભાઇ કોટડીયા, સુરેશભાઇ ભગવાનભાઇ ડેર, કોરેજા અફરોજાબેન નાજીમભાઇ, વિપુલ નંદલાલભાઇ પરમાર, વિપુલભાઇ બાવચંદભાઇ મેતલીયા, ગેમાભાઇ સોંડાભાઇ ડાંગર, મકવાણા વસંતબેન મનસુખભાઇ, જાફરાબાદમાં ભાજપના દમયંતીબેન નારણભાઇ બાંભણીયા, બચુભાઇ રામાભાઇ બારૈયા, નિતાબેન મોહનભાઇ સોલંકી, માલાભાઇ કાનાભાઇ વંશ, નિકિતાબેન અજયભાઇ બારૈયા, હરેશભાઇ કરશનભાઇ ભાલીયા, રમીલાબેન સંજયભાઇ બારૈયા, ભાવિનભાઇ નારણભાઇ બાંભણીયા જયારે ચલાલામાં કોંગ્રેસના જયાબેન મનસુખભાઇ કાથરોટીયા, ચાંપરાજભાઇ અમરૂભાઇ ધાધલના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.

(1:02 pm IST)