Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સુરેન્દ્રનગર નગરપાલિકા ચૂંટણી જંગમાં પ૮ અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદઃ ૧૭૪ ઉમેદવારો મેદાનમાં

વઢવાણ તા. ૬ :.. સુરેન્દ્રનગર નગરપાલિકાની ચૂંટણી જંગ બરોબર જામી ગયો છે. તેમાં પણ ટીકીટ કપાવાના કારણે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષમાં વિરોધનો છૂપો જવાળા  શાંત થઇને જે બેઠા છે. ત્યારે ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૧૧ વોર્ડ માંથી કુલ પ૮ અપક્ષ ઉમેદવારોના ફોર્મ જુદા જુદા કારણોસર રદ થયા હતાં.

હવે ભાજપ-કોંગ્રેસ અને ૭૬ અપક્ષ સાથે કુલ ૧૭૪ સભ્યો મેદાનમાં રહ્યા છે.

ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાની તારીખ હોય બીજા કેટલાક ઉમેદવારો પણ પરત ખેંચે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. સુરેન્દ્રનગર મ્યુનિસીપાલિકાની ૪૪ બેઠકો માટે ઉમેદવારોના રાફડા ફાટયા હતાં. ભાજપ અને કોંગ્રેસના ૮૮ ઉમેદવારો તથા ૧૩૪ અપક્ષ સહિત કુલ રરર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં.

જેમાં સોમવારે પ્રાંત અધિકારીનરેન્દ્રસિંહ  રાજપૂત સહિતની ટીમે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરી હતી. જેમાં ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતાં જયારે પ૮ અપક્ષના ફોર્મ રદ થયા હતાં. તેમ છતાં હજુ ૧૧ વોર્ડનાં ૭૬ અપક્ષ  લડવા માટે તૈયાર છે જે પૈકી સૌથી વધુ ૧૬ અપક્ષ વોર્ડ નં. ૧૧ માં જયારે સૌથી ઓછા વોર્ડ નં. પ માં માત્ર ૩ જ વ્યકિતએ અપક્ષ ઉમેદવારી  કરી છે.

(1:02 pm IST)