Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વિરદાદા જશરાજનીનુ ચિત્ર દરેક રઘુવંશી સમાજને ઘરમાં રાખવા જુનાગઢના જયેન્દ્ર જોબનપુત્રાની અપીલ

જુનાગઢ તા. ૬ : વિર દાદા જશરાજજીની કાયમી સ્મૃતિ જળવાય તે માટે લોહાણા સમાજને જયેન્દ્રભાઇ જોબનપુત્રાએ અનુરોધ કરેલ છે

તાજેતરમાં તા.રર જાન્યુ.એ પુજય વિરદાદા જશરાજજીની પુણ્યતિથી (શહીદદીન) કે જે શૌર્ય દિન તરીકે મનાવવામાં આવે છે. આ શૌર્ય દિને ગામે-ગામનાં રઘુવંશીઓએ અલગ- અલગ કાર્યક્રમોનું આયોજન કરી શૌય દિન મનાવ્યો જે અંગે વિશેષમાં રઘુવંશી સમાજના અગ્રણી અને સામાજીક કાર્યકર જયેન્દ્રભાઇ જોબનપુત્રાએ સર્વે રઘુવંશી સમાજ જોગ, અખબારી નિવેદન દ્વારા અપીલ કરતાં જણાવ્યું છે કે તમામ રઘુવંશીઓના ઘરમાં અને ધંધાના સ્થળોએ પૂ.વિરદાદા જશરાજજીનું ચિત્ર પધરાવેલું હોવું જોઇએ. જેથી પૂ. વિરદાદાની સ્મૃતિ જળવાઇ રહે અને શૌર્યતા અંગે સતત પ્રેરણા પણ મળતી રહે. ઉપરાંત સ્ત્રીઓના રક્ષણ અને ગૌરક્ષા કાજે શહીદી વહોરનાર પૂ.વિરદાદા જશરાજજીની માહિતી પણ ઉપલબ્ધ હોવી જોઇએ. જેથી ભાવિ પેઢી પોતાના પૂર્વજોના ઇતિહાસથી માહીતગાર રહી શકે તેમ જયેન્દ્રભાઇ જોબનપુત્રાએ જણાવેલ છે.

(11:51 am IST)