Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કુંકાવાવમાં એક સાથે ૪ દુકાનમાં ચોરી

કુંકાવાવ તા. પ :.. બસ સ્ટેન્ડ વિસ્તારમાં ત્રણ દુકાન તેમજ બગસરા રોડ પરની એક દુકાનના શટર ઉચકયા હતાં. જેમાં અંદાજીત રૂ. ૧પ૦૦૦ ની ચોરીની થઇ છે.

તો બીજી બાજુ આશ્ચર્ય છે કે આ. પો. પોલીસ સ્ટેશનમાં નાઇટ ડયુટીમાં કોઇ રહેતુ નથી હોય ? હોમગાર્ડના જવાનો પણ છે. તો તેમને કોઇ ઓર્ડર આપવામાં નહી આવતા હોય ? આવી ચર્ચાઓ એ જોર પકડયું છે.

જો કે અહીં ફરજ બજાવતા એ. એસ. આઇ. ઓ. બી. ડવની બદલી થતા જે રાત્રી દરમ્યાન સુરક્ષાને લઇ ધ્યાન અપાતુ હતું હાલ કવાટર્સના અભાવે પોલીસ કર્મીને ફરજીયાત પણે અપડાઉન કરવુ પડી રહ્યુ છે. હાલ ગામમાં તસ્કરો કળા કરી રહ્યા છે.

સત્તાવાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવામાં આવેલ  હોવાનું જાણવા મળે છે.

(11:50 am IST)