Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જુનાગઢમાં રાત્રે છાંટાઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજે 'દિ ધુંધળું હવામાન

કમોસમી માવઠાના કારણે જીરૂ, રાયડો, કેરી, વરિયાળી, અજમા સહિતના પાકને નુકશાનની ભિતીઃ રાત્રે-વહેલી સવારે ઠંડક

રાજકોટ તા. ૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત બીજા દિવસે વાદળછાંયુ વાતારણ યથાવત છે અને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની સામાન્ય અસર રહે છે. જો કે ધીમે-ધીમે ઠંડીમાં ઘટાડા સાથે બફારાનો અનુભવ થઇ રહ્યો છે.ે

ગઇકાલે રાજકોટ, ધ્રાંગધ્રા, ચોટીલા હાઇ-વે સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠુ પડતા જીરૂ, રાયડો, વરિયાળી, કેરી સહિતના પાકને નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢમાં આખો દિવસ વાદળિયુ વાતાવરણ રહ્યા બાદ મોડી રાત્રે કમોસમી વરસાદના છાંટા વરસ્યા હતા.

ગઇકાથી વાતાવરણમાં આવેલો પલ્ટો સાથે બીજા દિવસે પણ યથાવત રહ્યો છે રાત્રે ૯.૪પ ના અરસામાં અચાનક જ કમોસમી વરસાદના છાંટા વરસતા વાતાવરણમાં માટીની મહેક પ્રસરી ગઇ હતી.

ધાબડિયું વાતાવરણ અને છાંટાને લઇ જીરૂના પાકને નુકશાનની શરૂઆત થઇ ગઇ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે  હવામાનમાં આવેલો પલ્ટો આજે પણ યથાવત રહેલ છે સવારથી ધુપછાવજે લઇને ઠંડીમાં ધરખમ ઘટાડો થયો છે.

ગઇકાલની સરખામણીએ આજે ૪ ડિગ્રી વધીને લઘુતમ તાપમાન ૧૯.૪ ડિગ્રી સ્થિર થતા ઠંડીનું નામોનિશાન રહ્યું નથી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૪ ટકા અને પવનની પ્રતિ કલાકની ગતિ ૪.૧ કિમીની રહી હતી.

સવારથી વરસાદી વાતાવરણ હોય ખેડુતોનો જીવ પડીકે બંધાય ગયા છે સવારે વાદળના કારણે સુર્ય દેવતાના દર્શન પણ શકય બન્યા ન હતા આખો દિવસ બાધડિયું વાતાવરણ રહ્યાની અને કમોસમી વરસાદ થવાની શકયતા પ્રવર્તે છે.

વઢવાણ

વઢવાણઃ શિયાળામાં ખેડુતોએ ધ્રાંગધ્રા પંથકમાં વાવેલ જીરૂ, વરીયાળી, ધાણા, ઇસબગુલ, ઘઉં, ચણા, રાયડો સહિતના પાક નિકળવાની તૈયારી પર છે ત્યારે એકાએક વાતાવરણમાં પલટા સાથે વાદળ છાયું વાતાવરણ સર્જાયુ હતું અને છુટા-છવાયા છાંટા પણ પડતા તૈયાર ઉપર આવી ગયેલ શિયાળુ પાકને નુકશાન થવાનો ભય લાગતા ખેડુતો પરેશાનીમાં મુકાયા હતા અને માવઠું ન થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરતા જણાયા હતા આ અંગે ખેડુત હકાભાઇ દલવાડીએ જણાવ્યું કે, શિયાળુ પાક મોટા ભાગના નીકળવાની તૈયારી પર છે ત્યારે વાદળ છાયા વાતાવરણ સાથે છુટા છવાયા છાંટા પડતા શિયાળુ પાકને નુકશાન થોાય અને પાક રૂપી માંમાં આવેલ કોળીયો ઝુંટવાઇ જવાનો ભય ખેડુતોને સતાવવા લાગ્યો છે. ત્યારે જો માવઠું થાય તો શિયાળુ પાક નિષ્ફળ થાય તેમ હોવાથી ભગવાનને માવઠું નાં થાય તેવી પ્રાર્થના કરવા લાગ્યા છે. આ અંગે હવામાન નિષ્ણાંત હસુભાઇ પટેલે જણાવ્યું જે વાદળ છાંયા વાતાવરણ સાથે 'છાંટા' પડતા નુકશાનનો ભય સતાવે છે ત્યારે ખેડુતો દ્વારા ખાસ શિયાળુ પાકને પિયત બંધ કરવું જોઇએ અને પાવડરનો છંટકાવ કરવો જોઇએ.

જામનગર

જામનગરઃ શહેરનું તાપમાન ર૭.પ મહતમ, ૧૮ લઘુતમ, ૬૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૩ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ.

અમરેલીમાં છાંટા

અમરેલીઃ ગઇકાલથી વાદળીયુ હવામાન રહ્યા બાદ આજે પણ વાદળા છવાયેલા છે અને આજે સવારે વરસાદી છાંટા પડયા હતા.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

વલસાડ

૧૩.૬ ડિગ્રી

ભૂજ

૧પ.૦ ડિગ્રી

નલીયા

૧૬.૦ ડિગ્રી

ન્યુ કંડલા

૧૬.૧ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૬.પ ડિગ્રી

દ્વારકા

૧૭.૦ ડિગ્રી

ડીસા

૧૭.૪ ડિગ્રી

વડોદરા

૧૭.૪ ડિગ્રી

દિવ

૧૮.૦પ ડિગ્રી

રાજકોટ

૧૮.પ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૮.૮ ડિગ્રી

મહુવા

૧૮.પ ડિગ્રી

વેરાવળ

ર૦.૦ ડિગ્રી

(3:42 pm IST)