Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ધોરાજી ખાતે માનવ સેવા યુવક મંડળ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી

જેતપુર રોડ પરના માનવ સેવા યુવક મંડળ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણીના ભાગ રૂપે ધોરાજીના જેતપુર રોડ પર કેન્સર જાગૃતી અંગેના બેનરો લગાવી નાગરિકોને કેન્સરના રોગ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ તકે માનવ સેવા ના ધરર્મેન્દ્ર બાબરીયાએ જણાવ્યું કે વિશ્વ દર વર્ષે કેન્સરના રોગથી હજારો લોકો મૃત્યુ પામે છે અને વીવમાં બસો પ્રકારના કેસરો થાય છે. જેમાં ખાસ કરીને ભારતમાં સાંઇઠ ટકા કેન્સર તમાકુ.ગુટખા,પાન,બીડી, માંસાહાર વગેરેથી કેન્સરના રોગોના પ્રમાણમાં વધારે જોવા મળે છે. ધોરાજીના યુવાનો, વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને શ્રમજીવી લોકોને અને શ્રમજીવી મહીલાઓ જે ગુટખા તમાકુ તમાકુ, બીડી,પાન,વગેરેના વ્યસનોનો ત્યાગ કરવા જણાવેલ હતુ અને આ તકે સમાજસેવી સંસ્થાઓ સંકુલ સંચાલકો, કોલેજ અને અન્ય સંસ્થાઓને અપીલ કરેલ કે યુવાનો અને વિદ્યાર્થીઓને તમાકુ દારૂના સેવન નહી કરવા અને લોકો જાગૃતી અંગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કાર્યક્રમ કરી લોકોને જાગૃત કરેલ હતા. જુદા જુદા વિસ્તારમાં કાર્યક્રમ કરવા બદલ મુસલીમ સમાજના અગ્રણી હાજી અફરોઝભાઇ લકકડકુટાએ માનવ સેવા યુવક મંડળના ધરમેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલકીને પુષ્પ ગુચ્છ આપી સન્માનીત કરેલ અને સામાજીક અગ્રણી બાસીતભાઇ પાનવાલા મુસ્લિમ યુવા અગ્રણી રીયાઝ ભાઇ ભીમાણી, મુનાફભાઇ બકાલી પત્રકાર, યુવા અગ્રણી અરવિંદભાઇ વોરા, ઇમ્તીયાઝભાઇ ગણાત્રા, યુવા ભાજપના અગ્રણી જીતુભાઇ વઘાસીયા,હુસૈનભાઇ કુરેશી સહીતના લોકોએ વિશ્વ કેન્સર દિવસે લોકોને કેન્સરના રોગ અંગે લોકોએ જાગૃત કરેલ અને માર્ગદર્શન આપેલ હતુ.તે પ્રસંગની તસ્વીર.

(11:47 am IST)