Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

તળાજા વોર્ડ નં. ૩ ના ભાજપ ઉમેદવારને ચૂંટણી જંગમાંથી હટાવવા ટેકેદાર-દરખાસ્ત કરનારનો ખેલ ઉંધો પડયો

પાંચ ફોર્મ રદ બાતલઃ ભાજપે લઘુમતી મોરચાના અધ્યક્ષને છેવટ સુધી સાથે રાખી મેન્ડેડ ન આપતા સિપાઇ સમાજની બાદબાકી

તળાજા તા. ૬ :.. તળાજા નગર પાલીકાનો ચૂંટણી જંગ જામ્યો છે. બંને પક્ષમાં ઉમેદવારી નોંધાવવાની અંતિમ ક્ષણ સુધી ટીકીટ વહેંચણી  ને લઇ મડાગાંઠ ચાલી કદ પ્રમાણે જ બુધ્ધી પૂર્વક વેંતરવામાં આવ્યા. જેમાં વોર્ડ નં. ૩ ની કોંગ્રેસને એક બેઠક બીનહરીફ મળી. તેમની સાથે ભાજપના ઉમેદવારના ટેકેદાર અને દરખાસ્ત કરનાર બંનેએ આ ફોર્મ કેન્સલ થાય તેવો ખેલ પાડવાનો પ્રયાસ કર્યા હતો. આજે ફોર્મ ચકાસણીના દિવસે પાંચ ફોર્મ કેન્સલ થયા હતાં. કાલ બપોર સુધીમાં નડતા ઉમેદવારોનું ફોર્મ ખેંચાવવા માટે તમામ હથકંડાઓ અપનાવવાઇ રહ્યા છે.

તળાજા નગરપાલીકાની ર૦૧૮ ની વર્તમાન ચૂંટણીમાં પ્રમાણીકતા, ખેલદિલી દાખવવાના બદલે કદ પ્રમાણે વેતરવાની, ટાંટીયા ખેંચવાની ગહારીતી, સાથે રાખી બુધ્ધીપૂર્વક રાજકીય કારકીર્દી ખતમ કરવાની નિતીઓ સાથેનું ગંદૂ રાજકારણ ખેલાયું. ટીકીટ ફાળવણીને લઇને.

જેમાં ફોર્મ ચકાસણીમાં પાંચ ફોર્મ કેન્સલ થયા હતાં. જેમાં વોર્ડ નં. ર અને ૩ માં કોંગ્રેસના પઠાણ ઇસુલખા દિલાવરખા તથા વર્તમાન બોડીના વિપશના નેતા માલીક અયુબભાઇના ફોર્મ ડમી હોઇ રદબાતલ થયા હતાં. જયારે વોર્ડ નં. ૬ ના ટાટડ ગીતાબેન ખોડાભાઇને ભાજપને મેન્ડેડ ન આપતા કેન્સલ થયેલ. એજ રીતે વોર્ડ નં.ર માંથી ફોર્મ ભરનાર ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષના પત્ની તુર્કી નયમાબેન હનીફભાઇ ને મેન્ડેડ ભાજપ તરફથી ન મળતા તેમનું ઉમેદવારી પત્રક રદબાતલ થયેલ.

લઘુમતી મોરચાના અધ્યક્ષ હનીફભાઇ તુર્કીને છેવટની મિનીટો સુધી વિશ્વાસમાં રાખી ભાજપે મેન્ડેડ ન આપતા તથા વર્તમાન બોડીના પ્રથમ ટર્મના ઉપપ્રમુખ નસીબખાન પઠાણને પણ ટીકીટ ન આપતા શહેરમાં મુસ્લીમ સમાજની સૌથી વધુ વસતી ધરાવતા સિપાઇ સમાજની ભાજપે કરેલી બાદબાકી ચર્ચાનો વિષય બની છે.

વોર્ડ નં. ૪ માંથી ફોર્મ ભરનાર પરમાર ગૌરીબેનને બે બાળકો થી વધારે હોઇ નિયમાનુસાર ફોર્મ કેન્સલ થયુ હતું.

વોર્ડ નં. ૩ ના ભાજપના ઉમેદવાર દાઉદભાઇ નાગરીપા, ના ફોર્મમમાં ટેકો અને દરખાસ્ત આપનાર નાગરીપા નુરમહંમદભાઇ હાજીભાઇ, નાગરીપા, ઇસ્માઇલભાઇ એ ચૂંટણી અધિકારીને વોર્ડ નં. ૩ નું ફોર્મ હોઇ તે બાબતથી પોતે અજાણ હોઇ આથી ટેકો અને દરખાસ્ત બંને પાછૂ ખેંચવા માંગીએ છીએ સાથે ભાજપના ઉમેદવાર દાઉદભાઇ નાગરીપાનુ ફોર્મ કેન્સલ કરવાની અરજી આપેલ. આ અરજી સંદર્ભે ચૂંટણી અધિકારી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવેલ. જોકે તેઓનું ફોર્મ કેન્સલ કરવામાં આવ્યુ ન હતું.

નડતા ઉમેદવારોને ફોર્મ પાછૂ ખેંચાવવા માટે તમામ હથકંડાઓ અપનાવવામાં આવી રહ્યાની બાબત પણ શહેરમાં ચર્ચાનો વિષય બનેલ છે.

(11:41 am IST)