Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કોડીનાર પાલિકા ચૂંટણીમાં ૬૮ ઉમેદવારો મેદાનમાં

કોડીનાર તા. ૬: કોડીનાર નગર પાલીકાના સાત વોર્ડની ર૮ બેઠક માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ તરફથી ૭૪ કોંગ્રેસ તરફથી ૩૪ તથા ૧૬ અપક્ષ મળીને કુલ ૧ર૪ ફોર્મ ભરાયા હતા જેમાં ભા.જ.પ. દ્વારા તેમના ર૮ ઉમેદવારો તેમજ કોંગ્રેસ દ્વારા ર૮ ઉમેદવારો ને પ્રતિક ફાળવતા તેમજ ૧૬ અપક્ષમાંથી ચાર અપક્ષના ફોર્મ ચકાસણી દરમ્યાન નીકળી જતા હવે ૧ર અપક્ષ સાથોે કુલ ૬૮ ઉમેદવાર મેદાને રહ્યા છે. એટલે કે પ૬ ઉમેદવારના ફોર્મ ચકાસણી દરમ્યાન રદ થયા છે.

હાલ વોર્ડ નં. ૧ માં ભાજપ-૪ કોંગ્રેસ-૪ અને ૧ અપક્ષ મળી ૯ વોર્ડ ર માં ભા.જ.પ. કોંગ્રેસ અને ર અપક્ષ મળી કુલ ૧૦ વોર્ડ-૩ માં ૧ અપક્ષ સાથે ૯ વોર્ડ ૪ માંથી એક અપક્ષ સાથે ૯ વોર્ડ પ માં ર અપક્ષ મળી કુલ ૧૦ વોર્ડ ૬ માં ૩ અપક્ષ મળીને ૧૧ તેમજ વોર્ડ સાતમાં ર અપક્ષ સાથે કુલ ૧૦ ઉમેદવાર રહ્યા છે.

આમ કોડીનાર નગર પાલીકાની સામાન્ય ચુંટણીમાં મુખ્યત્વે ભા.જ.પ. અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે તે નિશ્ચિત બન્યું છે. ર૮ ઉમેદવારો પૈકી ૧૪ બેઠક પુરૂષ અને ૧૪ બેઠક સ્ત્રી માટે છે. જેમાં કોંગ્રેસે દરેક વોર્ડમાં ૧૪ પુરૂષ અને ૧૪ સ્ત્રી ઉમેદવાર રાખ્યા છે જયારે ભા.જ.પે. સાતમાં વોર્ડમાં એક પુરૂષ અને ત્રણ સ્રી ઉમેદવાર સાથે ૧૩ પુરૂષ અને ૧પ સ્ત્રી ઉમેદવાર રાખ્યા છે.

(11:41 am IST)