Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ઘુવડ ભુજ નજીક ઇજાગ્રસ્ત મળ્યું

પારદર્શક પાંપણોના કારણે આપણી સામે એકીટશે જોતું હોય એવા રેવીદેવી ઘુવડની તાંત્રિક વિધીમાં ભારે માંગ

ભુજ તા. ૬ :.. ઘુવડની પાંચ જાતો પૈકી ભાગ્યે જ જોવા મળતુ રેવીદેવી ઘુવડ ભુજ નજીક ગડા ગામ પાસેનાં રહેણાંક વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું.

પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ અંગે જંગલ ખાતાનું ધ્યાન દોરાતાં મુખ્ય વન સરંક્ષક પ્રવિણસિંહ વિહોલના માર્ગદર્શન હેઠળ તે ઘુવડની સારવાર હાથ ધરાઇ છે.

દરમ્યાન પક્ષીવિદોનાં જણાવ્યા અનુસાર રેવીદેવી ઘુવડ કચ્છમાં દાયકા બાદ જોવા મળ્યું છે. તેની પાંપણો પારદર્શક હોઇ તે આપણી સામે જાણે એકીટરો જોતું હોય તેવું લાગે. પોતાની ડોક ને૩૬૦ ડીગ્રી સુધી ગોળ ગોળ  ફેરવી શકનાર રેવીદેવી ઘુવડની માંગ તાંત્રીક વિધિ માટે વધુ રહેતી હોઇ તેનો શિકાર પણ થાય છે.

તેનો મુખ્ય ખોરાક ઉંદર છે. અંગ્રેજીમાં 'બાર્ન આઉલ' તરીકે ઓળખાતા રેવીદેવી ઘુવડને કચ્છમાં સૌ પ્રથમ વખત ઇ. સ. ૧૮૮૬  માં અંગ્રેજી પક્ષી વિદ સી. ડી. લેસ્ટરે જોયું હતું.

(11:40 am IST)