Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કેન્દ્રીય બજેટથી ગ્રામ્ય વિસ્તારને ઘણો ફાયદો થશેઃ ધારાસભ્ય સાગઠીયા

ખીરસરા (રણ) તા.૬: કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ રજુ કરેલ બજેટને આવકારતા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ જણાવેલ છે કે બજેટ દરેક ગ્રામ્ય પ્રજાને કોઇને કોઇ રીતે ઉપયોગી થશે.

સાગઠીયાએ જણાવ્યુ હતું કે બજેટમા મનરેગા યોજનામાં રોજગારી વધશે તેમજ સ્વાસ્થ્ય વિમા યોજનાથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં બિમારીને લઇને કરવા પડતા ખર્ચમાં રાહત મળશે. જેથી બીમારી સમયે સામાન્ય માણસોની જે મુડી વપરાય છે તેની બચત થશે આમ બંને રીતે કેન્દ્રીય બજેટ ગ્રામ્ય લોકો માટે ઉપયોગી સાબીત થનાર છે.

(11:40 am IST)