Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કચ્છના ગાંધીધામના ભાજપ કાર્યકરો ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રચાર કાર્યમાં જોડાયા

માલતીબેન મહેશ્વરીની આગેવાની નીચે મોમાયભા ગઢવી, ધવલ આચાર્ય, પુનિત દુધરેજીયા સહિત ૩૫ જણાની ટીમ જોડાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫

 લોકશાહી ના પર્વ ની ઉજવણી ના ભાગરૂપે અમદાવાદ ના ધાટલોઙીયા વિધાનસભા ના ઉમેદવાર શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના ચુંટણી પ્રચાર અર્થે તેમજ લોક સંપર્ક માટે ગાંધીધામ વિધાનસભાના ના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ની આગેવાની હેઠળ ૩૫ કાર્યકર્તાઓ પ્રચાર મા જોડાયા હતા. સૌ એ સાથે મળીને ખોડિયાર, લીલાપુર,લપકામણ, ચાંદલોડિયા,જગતપર, છારોડી, વિસ્તારના ૨૫ બુથ ઉપર લોકસંપર્ક કરી બેઠકો યોજી હતી. આ સાથે વિસ્તારમાં મતદાન માટે જબરદસ્ત ઉત્સાહ વરતાતો હતો. માલતીબેન મહેશ્વરી એ પોતાના ઉદબોધન ના ગુજરાત તેમજ અમદાવાદ આજે વિશ્વકક્ષાએ નામના મેળવી છે સાથે અહી નો વિકાસ મા સૌની સુખાકારી વધી છે તેવું જણાવી ગુજરાતની વિકાસ યાત્રામાં જોડાવવા અપીલ કરી હતી. આ પ્રચાર ઝુંબેશ માં ગાંધીધામ વિધાનસભા ના મોમાયાભાઈ ગઢવી,જનકસિહ જાઙૅજા,ઉમીયાશંકર જોષી, ધવલભાઈ આચાર્ય,પુનીતભાઈ દુધરેજીયા, વિકાસ રાજગોર, વાધજીભાઈ છાંગા, કલાવતીબેન જોષી,કમલ સર્મા, વિજયસિંહ, ભરતભાઈ પ્રજાપતિ, મનોજભાઈ મુલચદાણી વગરે જોડાયા હતા 

 ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ ને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમજ બિહાર પ્રદેશ ભાજપ ના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા એ ગાંધીધામની ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા.

(2:44 pm IST)