Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સાવરકુંલાની વિવિધ ગરબાઓના દર્શને જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા

સાવરકુંડલા,તા.૫ :  નવલાં નોરતાના ઉત્સાહ તેમજ માઁ ના ભકિતભાવથી થનગનતા આ નવરાત્રીના તહેવારમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયાએ સાવરકુંડલા શહેરના રઘુવંશી પરા પ્રાચીન રાસ મંડળી તથા મેલડી ચોક ખાત ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા આયોજિત શ્રી મોગલ માતાજીની ઘીની મૂર્તિના દર્શન તથા ખોડીયાર ચોક મિત્ર મંડળ આયોજિત પ્રાચીન જય ભારત રાસ મંડળની રાસ મંડળી દ્વારા  સુરેશ પાનસુરીયાનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું તથા મણીભાઈ ચોક મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય  પ્રતિમાના દર્શન કર્યા તથા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવની અંદર હાજરી આપી તથા સાવરકુંડલા શહેરમાં સમસ્ત માલધારી સમાજની અતિ પ્રાચી ૪૦ વર્ષથી રમાતી રાસ મંડળી ની અંદર ઉપસ્થિત રહી માલધારી સમાજ ના યુવાનો દ્વારા પરમપરાગત વસ્ત્રો પહેરી રમાતી રાસ મંડળીનો રાસ નિહારીઓ તથા દાસારામ યુવક મંડળ દ્વારા મેલડી માતાજીની પ્રતિમાના દર્શન કરી ત્યારબાદ સમસ્ત મોચી જ્ઞાતિ સમાજ સાવરકુંડલા દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ   સુરેશભાઈ પાનસુરીયા સાથે તાલુકા ભાજપ મહામંત્રી  નીતિનભાઈ નગદીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ વરૃણભાઇ કુંભાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ ચંપુભાઈ ધાધલ, શહેર ભાજપ મંત્રી  અમિતભાઈ પંડ્યા, શહેર ભાજપ કોષાધ્યક્ષ  જતીનભાઈ મૈસુરીયા, અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલ પ્રમુખ મયુરભાઈ રબારી, શહેરો ભાજપ મહામંત્રી  ધર્મેન્દ્રભાઈ જોષી, શહેર ભાજપ માલધારી પ્રમુખ બીજલભાઇ બતાડા, સાવરકુંડલા શહેર કિસાન મોરચાના પ્રમુખ પ્રાગજીભાઈ બુહા, સાવરકુંડલા નગરપાલિકા સદસ્યપતિ  ભુપતભાઈ પાનસુરીયા,જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય ગૌતમભાઈ સાવજ, ભાજપ અગ્રણી પોપટભાઈ બુહા, યુવા ભાજપના  નિખિલભાઇ ઘેલાણી, યુવા ભાજપ દેવર્ષિ બોરીસાગર, ગીરીશભાઈ મિસ્ત્રી તથા  દિશાંત ત્રિવેદી સહિત ભાજપ પરિવાર સાથે માતાજીની આરાધના કરી આશીર્વાદ મેળવી, ગરબાઓના દર્શનનો લ્હાવો અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ   સુરેશભાઈ પાનસુરીયા તથા ભાજપ પરિવારે મળ્યો. (તસ્વીર અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(1:13 pm IST)