Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

બેલ્જીયમ ખાતે ઇન્ટરનેશનલ રાયફીસેન યુનિયન (IRU)ને દિલીપ સંઘાણીનું સંબોધન

દેશના વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સહકારી ચળવળને પ્રધાનતા

અમરેલી,તા. ૫: ભારત સહકારી પ્રવૃતિ માટેનુ મઘ્યબિન્દુ છે અને તેથી જ આ ક્ષેત્રનો ભરપુર લાભ ઉઠાવી તેના દ્રારા રોજગારી મેળવીને પરિવાર અને રાજયને સમૃઘ્ધ બનાવવાના ઉદે્શ સાથે કૃષિ,ખાતર નેનો યુરિયા, ઘઉ, ડાંગર, મત્સ્યોદ્યોગ અને શેરડીખાંડ સહિતના અનેક સેકટરમાં સહકારી ક્ષેત્રના મંડાણને સાથે બેલ્જીયમ ખાતે  ઈન્ટર નેશનલ રાયફિસેન યુનિયન ( આઈ.આર.યુ) બોર્ડપ્રેસિડિયમ અને એકઝીકયુટીવ બેઠકને સંબોધતા રાષ્ટ્રિય સહકારી અગ્રણી અને ઈફકોએનસીયુઆઈના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ છે.

બેલ્જીયમ ખાતે પરિસંવાદને સંબોધતા સંઘાણીએ સવિષેશ જણાવેલ કે, સહકારી પ્રવૃતિનો વિકાસ સમગ્ર વિશ્વને લાભકારક સાબિત થશે. કૃષિખેતિને ફાયદા સાથે સહકારી પ્રવૃતિઓ વ્યવસાયીક  એકમોમા સામેલ થાય, અદ્યતન ટેકનોલોજીને ભાવનાત્મક ઉદેશ સાથે દેશના વિવિધ ક્ષેત્રના વિકાસમા હિસ્સેદાર બને તેવી જુસ્સાદાર અપીલ સાથે કિસાનોશ્રમીકો સહકારી પ્રવૃતિના મુખ્ય હિસ્સેદાર બની પશુપાલન વ્યવસાય સાથેની નિકટતાની યાદ અપાવીને ઉદ્ગમ સ્થાન તરીકે બિરદાવેલ હતુ. રાષ્ટ્રિય સહકારી માળખાકીય પ્રવૃતિ, વ્યાપાર અને રોજગારી અંગેની ઉપલબ્ધતા અંગે રાજયોના સહકારી આગેવાનો સાથે વિશેષ માહિતીઓ આદાનપ્રદાન કરી હતી સાથોસાથ આ પ્રવૃતિને વેગવંતિ બનાવવા, વ્યાપારધોરણ,મહિલાઓમા જન જાગૃતિ માટે માર્ગદર્શન મેળવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનિય છે કે, દેશ–વિદેશમા સહકારી પ્રવૃતિને વેગવંતી બનાવવા સકારાત્મક બદલાવની આશા સાથેની આ મહત્વપૂર્ણ બેઠકમા સંઘાણી સાથે આઇઆરયુના પ્રેસીડેન્ટ થેન્ડી ડિપીકેરે, એનસીયુઆઇના ડેપ્યુટી એકઝી.ચીફ ઓફીસર સાવિત્રી સિંગ ઉપસ્થિત રહયા હોવાનું  યાદીમા જણાવાયેલ છે.

(1:11 pm IST)