Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

જામનગર સિંધી સમાજ દ્વારા રાવણ દહન સાથે વિજયા દશમી પર્વની ધામધૂમથી ઉજવણી

પ્રદર્શન ગ્રાઉન્ડના બદલે પ્રણામી શાળા પાસેના મેદાનમાં આયોજન : રામસવારી યાત્રા પવનચક્કી , હવાઇ ચોક , બર્ધનચોક , ચાંદીબજાર સહિતના શહેરના રાજમાર્ગો પર થઇ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે

જામનગર સિંધી સમાજ દ્વારા રાવણ દહન સાથે વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવશે . જામનગરના હિરજી મિસ્ત્રી રોડ ખાતે પ્રણામી શાળા પાસેના મેદાનમાં રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરમાં સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી પર્વની ઉજવણી કર્યા બાદ આજે હવે વિજયા દશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ પ્રદર્શન ગ્રાઉન્ડના બદલે પ્રણામી શાળા પાસેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ શહેરના નાનકપુરી ખાતેથી રામસવારી યાત્રાનો પ્રારંભ થશે . જે પવનચક્કી , હવાઇ ચોક , બર્ધનચોક , ચાંદીબજાર સહિતના શહેરના રાજમાર્ગો પર થઇ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે . જ્યાં રાવણ દહન કાર્યક્રમ યોજાશે.

(12:54 am IST)