Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

જેતપુર હાઇવે ઉપરના ચાર પંપ સીઝઃ ૧૯.૩૩ લાખનો બાયોડીઝલના વેપારીનો માલ જપ્ત

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. પ :.. રાજકોટ નેશનલ હાઇવે પર બાયોડીઝલના નામે ભેળસેળ મુકત પેટ્રોલીયમ્સ પ્રવાહી વહેચાતુ હોવાની ફરીયાદના અનુસંધાને ગત તા. ર૩-૬ ના રોજ પ્રાંત અધિકારી દ્વારા જુદી જુદી જગ્યાએ બાયો ડીઝલના નામે વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરાવી ડીઝલના સેમ્પલ લઇ પૃથકરણ માટે એફ. એસ. એલ.માં મોકલેલ હોય જે નમુના ફેલ જતા સ્થાનીક મામલતદારને તમામ વેપારીઓ વિરૂધ્ધ ફરીયાદ કરવા સુચના અપાતા પરશુરામ એન્ટરપ્રાઇઝ ગણેશ ટ્રેડીંગ પવન બાયોડીઝલ, યોગીરાજ ટ્રેડીંગ ચારેય પેઢી ઉપર ગુન્હો દાખલ કરાયેલ.

નેશનલ હાઇવે પર આવેલ બાયોડીઝલના પંપમાં ભેળસેળ મુકત પ્રવાહી ભરી ગુન્હો આચરાતો હોવાની ફરીયાદના આધારે પ્રાંત અધિકારી દ્વારા ૩ માસ પહેલા કાગવડના પાટીયા પાસે આવેલ પરશુરામ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં તપાસ કરતા તેમના બાયોડીઝલના લીધેલ અને ૯.૯૦૦  લીટર ડીઝલ માપ્યુ અંડર ગ્રાઉન્ડ  ટેન્ક ડીસ્પેચ યુનિટ પાઇપ કુલ મળી ૬,ર૦,૮૦૦ નો મુદામાલ સીઝ કરેલ ઉપરાંત યોગીરાજ ટ્રેડીંગ કંપનીમાં બાયોડીઝલ તેમજ અન્ય મુદામાલ સહિત કુલ રૂ. ૧૩.૩૩ લાખનો સીઝ કરેલ. તેમજ પવન બાયોડીઝલ નામની પેઢીમાં ૪ હજાર લીટર બાયોડીઝલ ટેન્ક અંડર ગ્રાઉન્ડ ટેન્ક મળી કુલ રૂ. ૭.રપ લાખનો મુદામાલ સીઝ કરેલ. રબારીકા ચોકડી પાસે આવેલ ગણેશ પેટ્રોલીંયમ્સમાં પણ તપાસ દરમ્યાન ડીઝલના નમુના લઇ ૩૪૦૦ લીટર પેટ્રોલીયમ પ્રવાહી તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ. ર,પપ,૪પ૦ નો મુદામાલ સીઝ કરેલ તમામ પ્રવાહીના નમુના પૃથ કરણ માટે એફએસએલ.માં મોકલેલ જે ફેઇલ જતા તમામ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવવા સ્થાનીક તંત્રને હુકમ કરાતા મામલતદાર વિજય કારીયા, ગ્રામ્ય મામલતદાર ડી. એ. પંચાલ તેમજ એમ. એમ. કાપડી કે. એમ. ચાવડા, બી. ડી. નોંધણવદરાની ટીમે પરશુરામ એન્ટર પ્રાઇઝના માલીક ગીરીશ હરસુખભાઇ ઠાકર  (રહે. કાગવડ) પવન બાયોડીઝલના માલીક સોયલ સલીમભાઇ સોલંકી (રહે. કાગવડ) ગણેશ પેટ્રોલીંગમના માલીક મનીષ રમેશભાઇ કાનાણી (રહે. ઉંબાળા ચોકડી -ગોંડલ), યોગીરાજ ટ્રેડીંગના માલીક હીરેન અરવિંદભાઇ કોશીયા તમામ વિરૂધ્ધ શહેર તેમજ વિરપુર પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરાવવા પોલીસે આવશ્યક ચીજ વસ્તુ અધિનીયમ ૧૯પપ ની કલમ ૩,૭ તથા આઇપીસી ર૮પ મુજબ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

ઉપરાંત ગોંડલની શ્રીરાજ ટ્રેડીંગ માંથી પણ નમુનો લેવાયેલ જે ફેઇલ જતા પેઢીના માલીક દશરથભાઇ કિશોરભાઇ રૈયાણી વિરૂધ્ધ પણ ગોંડલ પોલીસમાં ગુન્હો દાખલ કરાવેલ.

(2:45 pm IST)