Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ : ગીર જંગલમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ: દામોદર કુંડ છલકાયો

ગીરના પર્વતોમાં ઝરણાં વહેતા થયા :શહેરના ઝાંઝરડા રોડ, મધુરમ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો

જૂનાગઢ: : રાજયમાં વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.શહેર અને ગિરનાર જંગલમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે.ધોધમાર વરસાદના પગલે સોનરખ નદીમાં ભારે પૂર આવતા દામોદર કુંડ છલકાયો હતો

 .બીજી તરફ ગીરનાર પર્વત પર ઝરણા વહેતા થયા હતા..નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.શહેરના ઝાંઝરડા રોડ, મધુરમ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. આ વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું.

(9:32 pm IST)