Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભાવનગર શહેરમાં પોણા બે ઇંચ, મહુવામાં એક ઇંચ અને તળાજામાં અડધો ઇંચ વરસાદ

ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તૈનાત

(  વિપુલ હિરાણી દ્વારા )   ભાવનગર: શહેરમાં પોણા બે ઇંચ,  મહુવામાં એક ઇંચ અને તળાજામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે .જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ પડયો છે.
ભારે વરસાદ વરસાદની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં અડધાથી પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો અને પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
આજે સવારના 6 થી સાંજના 6 દરમિયાન ભાવનગર શહેરમાં 42 મી.મી મહુવામાં 28મી .મી.તળાજામાં 14મી.મી. પાલીતાણામાં 5મી.મી. વલભીપુરમાં 2મી.મી. ગારીયાધાર , ઘોઘા અને સિહોર માં એક- એક મી.મી વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26.4 ડિગ્રી નોંધાયું હતું ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 85 ટકા અને પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.
દરમિયાન ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમે તૈનાત કરવામાં આવી છે.

(6:44 pm IST)