Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

૨ કલાકમાં જુનાગઢમાં ધોધમાર ૩ાા, કુતિયાણા- મેંદરડામાં ૩ ઇંચ

ખંભાળીયામાં વધુ દોઢ ઇંચઃ મહુવા-પોરબંદરમાં ૧ ઇંચઃ જામનગરમાં ધીમી ધારે

તસ્‍વીરમાં ગોંડલ અને દેવભુમી દ્વારકા જીલ્લામા વરસતો વરસાદ નજરે પડે છે (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ) કૌશલ (સવજાણીઃખંભાળીયા)

રાજકોટ, તા.૫: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં વરસાદી માહોલ સાથે આજે બપોરના ૧૨ થી  ૨ દરમિયાન ઝાપટાથી માંડીને સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો છે.

આજે બપોરે ભાવનગરના મહુવામાં તથા પોરબંદરમા ૧ ઇંચ તથા રાણાવાવમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત જામનગરમા બપોરે ૨ વાગ્‍યે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

જયારે જામજોધપુર, લાલપુર, લીંબડી, કોડીનાર, તાલાલા, વેરાવળ, ભાણવડ, લખપતમાં ઝાપટા પડયા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ જુનાગઢમા ૨ કલાકમાં સાડા ત્રણ ઇંચ તથા મેંદરડામા ૩ ઇંચ વરસાદ પડયો છે જયારે માળીયાહાટીનામાં દોઢ તથા માણાવદરમાં પોણો અને કેશોદમાં અડધો ઇંચ વરસાદ પડયો છે જયારે વંથલી અને માંગરોળમાં ઝાપટા વરસ્‍યા છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  વરસાદી માહોલ જામ્‍યો છે. ખંભાળિયા પંથકમાં ફરી વરસાદી વાતાવરણ છવાયું. શહેર સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ. ભટ્ટ ગામ, માંઝા, ભાળથર, સહિતના ગામોમાં વરસાદ. વરસાદ ના પગલે મુખ્‍ય માર્ગો પર પાણી ફરી વળ્‍યાં. છેલ્લા ૫ દિવસથી અવિરત વરસાદથી લોકોમાં ખુશી છે.  આજે સવારથી બપોરના ર વાગ્‍યા સુધીમાં પ ઇંચ વરસાદ પડયો છે.

(3:54 pm IST)