Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જુનાગઢ મનપા દ્વારા વોર્ડ નં.૪ અને ૬માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયોઃ ૧૮૦૦ અરજીઓનો ઢગલો

જુનાગઢ :રાજય સરકાર દ્વારા હાથ ધરાતી અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃતિઓ તથા વહીવટી પરત્‍વે પ્રજાજનોના પ્રશ્નોના ન્‍યાયીક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે રાજય વ્‍યાપી સેવાસેતુ કાર્યક્રમમાં આઠમાં તબકકાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા શહેરકક્ષાના વોર્ડ નં.૪ અને ૬ની જાહેર જનતા માટે સેવા સેતુ કાર્યક્રમ પટેલ સમાજ, (કયાડાવાડી) જોષીપુરા શાક માર્કેટ પાસે, જોષીપુરા જુનાગઢ સમિતિ ચેરમેન શ્રી હરેશભાઇ પરસાણા, કોર્પોરેટર ગોપાલભાઇ રાખોલીયા, ધર્મેશભાઇ પોશીયા, શાંતાબેન મોકરીયા, ડે. કમિશન જયેશ પી. વાજા, પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્‍સલાબેન દવે  ઓફિસ સુપ્રી. જીજ્ઞેશ પરમાર ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમ દરમિયાન શહેરીજનો દ્વારા જુદા જુદા વિભાગોની કુલ ૧૮ર૮ અરજી કરવામાં આવેલ. જેમાંથી તમામ અરજીઓનો સ્‍થળ ઉપર જ હકારાત્‍મક નિકાલ કરવામાં આવેલ છે.

(1:51 pm IST)