Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વેરાવળના અનેક વિસ્‍તારોમાં કાદવ કીચડનું સામ્રાજયઃ તંત્ર નિષ્‍ક્રીય

વેરાવળ, તા.૫: વેરાવળ સોમનાથ વિસ્‍તારમાં થોડોક વરસાદ પડતા અનેક વિસ્‍તારોમાંકાદવ  કીચડનુ સામ્રાજય છવાયેલ છે જેથી રોગચાળોનો ભય ફેલાયેલછે તંત્ર ને રજુઆતો કરવા છતા કોઈ કામગીરી થતી હોય તેથી ભારે રોષ વ્‍યાપેલ છે.

વેરાવળ સોમનાથ નગરપાલિકાના પદાધિકારીઓ દ્રારા દરરોજ સોશ્‍યલ મીડીયા માં વખાણ કરતા ફોટા મુકાય છે જે પાયા નીકામગીરી કરવી જોઈએ તેના બદલે વાહ વાહ કરી શકે તેવાને ભેગા કરીને કાર્યક્રમ થતા રહે છે થોડોક વરસાદ પડતા આખા વિસ્‍તારમાં અનેક જગ્‍યાએ કાદવ કીચડનું સા્રમજય જામ્‍યું છે જેથી રોગ જન્‍ય જીવજંતુઓ ફેલાતા હોય જેથી રોગચાળા નો ભય વ્‍યાપેલ છે ધમધમતા બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તાર તેમજ અનેક સોસાયટીઓમાં કાચા રોડ હોવાથી રાહદારીઓ વાહન ચાલકો નિકળી પણ શકતા નથી અમુક વિસ્‍તારોમાં ઘર પાસે ગંદવાડ ના ઠગલાઓ થયેલ છે વારંવાર નગરપાલિકાને કોંગ્રેસના નગરસેવકો દ્રારા તેમજ શહેરીજનો દ્રારા પણ ફરીયાદ કરાયેલ છે કોઈ જવાબ દેતું નથી થોડાક વરસાદમાં જો શહેરની પસ્‍થિીતી આ સર્જાય તો હજુ તો ચોમાસું બેસવાનું પણ બાકી છે જેથી ભયંકર પરીસ્‍થીતી સર્જાય તેવી દહેશત ઉભી થયેલ છે.

જીલ્લા કલેકરટ, પં્રાત અધિકારી દ્રારા શહેરની સુખાકારી માટે સર્વે કરાવી નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.

(1:49 pm IST)