Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જેતલસર જંકશનમાં સરકારી સહાયથી વંચીત લોકોને કયારે મળશે સહાય?: જાગૃત નાગરિકની મુખ્‍યમંત્રીને લેખિત રજુઆત

(કુલદિપ જોશી દ્વારા), જેતલસર, તા.૫: છેવાડાના ગરીબ લોકોને બધાને પોતાનું ઘર મળી રહે એવી  પ્રધાન મંત્રીથી મોદી દ્વારા અનેક યોજનાઓ બહાર પડાય છે. આ યોજનાઓ ગરીબ સુધી પહોંચે તેના માટે સંબંધીતોની આળસ દેખાય છે. જેતલસર જં.ના દેવજીભાઈ છગનભાઈ ચુડાસમાઅએ ડો.આંબેડકર આવાસ યોજનાની અરજી ઓનલાઈન તા.૧૭-૧-૨૦૨૨  નિયમક અનુસુચિત જાતી કલ્‍યાણ વિભાગને રાજકોટ જીલ્લામાં કરી હતી.

આ બાબતે અવાર-નવાર જેતપુર તાલુકા પંચાયત તે ધક્કા ખાઈ પાછા આવે છે,  રાજકોટથી સરકાર દ્વારા વ્‍યવસ્‍થા માટે અઠવાડીયામાં કોઈ એકવાર રાજકોટ ધક્કા ન થાય માટે તાલુકા વાઈઝ વ્‍યવસ્‍થા રાખેલ હોય છે. પણ રાજકોટથી આવી કોઈ વ્‍યક્‍તિ કયારે આવે તે કોઈ જ નક્કી નથી, તેના ફોન નંબર ઉપર અરજદાર વાત કરીને પોતાની વ્‍યથા જણાવે તો હું આવી જઈશ તેવા જવાબો મળે છે પણ કોઈ જ આવતુ નથી.

 સરકારના ૨૦૨૪માં દરેક વ્‍યક્‍તિને પોતાનું ધર ને કોઈ જ ધર વિહોણા ન રહે તે કાર્ય કેવી રીતે પુર્ણ થશે ? તેવો સવાલ ગરીબોમાં ઉઠ્‍યો છે.  લાગતા વળગતા અધિકારીને આદેશ આપી યોગ્‍ય કરાવી ગરીબ માણસોને ન્‍યાય અપાવાય તેવી રજુઆત જેતલસર જં.ના જાગળત નાગરિક અને જેતપુર તાલુકા ભાજપ લઘુમતી મોરચોના પ્રમુખ હનીફ બ્‍લોચે મુખ્‍યમંત્રીને કરી છે.

(1:49 pm IST)