Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ઉકડિયાનાં સામાન્‍ય પરિવારની દિકરીની પંજાબ સુધીની સફર

આહિર સમાજ અને ડો. સુભાષ આર્ય કન્‍યા વિદ્યાલયનું ગૌરવ

જુનાગઢ, તા. પ : વેરાવળ તાલુકાનું ગામ ઉકડિયા. સામાન્‍ય અને નાનું એવું ગામ. મોટાભાગની વસ્‍તી ખેતી સાથે જોડાયેલી. વરસાદ ઉપર આધાર રાખવો પડે. ગામનાં મેરામણભાઇ જોટવા જે સીધા અને સરળ વ્‍યકિત. ખેતી સાથે ગામમાં વેપાર કરી રહ્યાં છે. મેરામણભાઇએ પોતાની પુત્રી નિલુબેન જોટવાને જૂનાગઢ ડો. સુભાષ આર્ય કન્‍યા વિદ્યાલયમાં અભ્‍યાસ માટે મોકલી. નિલુબેનનાં માતા દેવીબેન. 

 દેવીબેન અભ્‍યાસમાં હોશિયાર હતાં. પરંતુ ઉમરેઠી ગામમાં પરિવારની આર્થીક સ્‍થિતીનાં કારણે આગળ અભ્‍યાસ કરી શકયાં નહી. પરંતુ પોતાની દીકરી માટે પેટા પાટા બાંધી અભ્‍યાસ કરાવી રહ્યાં છે.

ડો.સુભાષ આર્ય કન્‍યા વિદ્યાલયમાં ધોરણ - ૧૦ મા અભ્‍યાસ કરતી N.C.C ની Junior wing (JW)ની Cadet જોટવા નિલુબેનને સૌપ્રથમ Inter group sports competition - Dhrangadhraમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ત્‍યાર બાદ તેમણે અમદાવાદ ખાતે ૨૦ દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આજે તેમને inter directorate sports shooting championship જે પંજાબ ખાતે ૨ જુલાઈ -૨૦૨૨ થી યોજાનાર છે તેમના માટે select કરવામાં આવી છે.

(2:05 pm IST)