Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

શિવરાજપુર બીચ પાસે લ્યોમીઆ વેલનું પુષ્કળ વાવેતર કરાયુ

વેલ રેતીને પકડી ખારાશ વધતી અટકાવે છે

ખંભાળિયા તા. પ : દ્વારકા પાસે શિવરાજપુર બ્લુ ફલેગ દરિયા પાસે પર્યાવરણની સુરક્ષાના માપદંડને ધ્યાનમાં રાખીને શિવરાજપુર બીચ સ્ટાફ દ્વારા લ્યોમીઆ નામના વેેલનું હાલ ચોમાસામાં વરસાદી વાતાવરણ હોય મોટા પ્રમાણમાં આ વેલ શિવરાજપુર બીચની આજુબાજુ વાવવામાં આવી રહી છે.

આ વેલને લીધે રેતીના ઢોરા માટીને જે જકડીને રાખી શકાય છે વહેતા નથી તથા દરિયાની ખારાશ આગળ વધતા અટકી જતી હોય આ વેલનું વાવેતર કરવામાં આવી રહયુ છે.  જેથી પર્યાવરણની બાબતે સારૂ કાર્ય થઇ શકે.

બ્લુ ફલેગ દરિયો નજીકની રેતીમાં વરસાદી વાતાવરણથી શિવરાજપુરની સુંદરતા નીખરી છે.

(1:36 pm IST)