Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સલાયા મેઇન બજારમાં આખલા યુધ્ધઃ વાહનો-દિવાલોના ભુકકો બોલ્યો

આખલાના ભયંકર યુધ્ધથી ચોકની  આસપાસ વાહનોના તથા દીવાલોનો પણ ભુકકો થઇ ગયો હતો.

ખંભાળિયા : દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયાની મેઇન બજારમાં ગઇકાલે સાંજે બે આખલાઓ વચ્ચે યુધ્ધ થયુ હતુ. આખલાના આ યુધ્ધને કારણે રસ્તા પર લોકો વાહન વ્યવહાર થંભી ગયો હતો. એક બળવાન આખલાએ બીજાને માર મારીને લોહી લોહાણ કરી નાખતા લોહી નીકળતા આ આખલાને બચાવવા માટે સલાયા વચ્છરાજ ગ્રુપ તથા ખંભાળિયાના એનિમલ કેર્સ ગ્રુપના સ્વંયસેવકોએ જેસીબી તથા ટેમ્પો આ ઘાયલ આખલાનું રેસ્કયુ કરીને તેને ગંભીર સ્થિતિમાં અબોલ તીર્થ ગૌશાળા ખંભાળિયા ખાતે સારવાર માટે પહોંચાડવા માટે વ્યવસ્થા કરી હતી.

 

(1:30 pm IST)