Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અમરેલી જિલ્લા માટે રૂા.૭૦૮.પ૦ કરોડના હાઇવે પ્રોજેકટ મંજુરીને આવકારતો સાવરકુંડલા ભાજપ પરિવાર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. પ : માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઇ મોદી અમરેલી જિલ્લાને ભારત સરકાર તરફથી મહુવા-બાઢડા કી.મી.પ૦.૪૮ નો માર્ગ ૧૦ મીટર પહોળાઇનો ઓવરબ્રીજ સાથે બનાવવા માટે રૂા.રપ૭ કરોડ અને બઢડાથી અમરેલીનો માર્ગ ૧૦ મીટર પહોળાઇનો બનાવવા માટેરૂા. ૪પ૧.પ૦ કરોડનું કામ મંજુર કરવામાં આવેલ છે.

એકંદરે અમરેલી જિલ્લામાં કુલ ૭૦૮.પ૦ કરોડના નેશનલ હાઇવે પ્રોજેકટને મંજુરી મળેલ છે જે જિલ્લાના વિકાસ માટે ખુબજ મહત્‍વના કામ હોય સરકારની આ મંજુરી માટે દેશના પી.એમ.મોદી માર્ગ અને પરિવનહ મંત્રી ગઢકરીના આ નિર્ણયને આવકારતા અને સાથે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઇ મોદી અને આ માટે જહેમત ઉઠાવતા જાગૃત અને સતત કાર્યશીલ સાંસદ નારણભાઇ કાછડીયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીકભાઇ વેકરીયાનો આભાર વ્‍યકત કરાયો છ.ે સાવરકુંડલા તાલુકા ભાજપના પ્રમુખ જીવનભાઇ વેકરીયા, જિલ્લા કિસાન મોર્ચા મહામંત્રી અને એ.પી.એમ.સી. ચેરમેન દિપકભાઇ માલાણી, પુનાભાઇ ગજેરા, શરદભાઇ ગૌદાની, લાલભાઇ મોર, રાહુલભાઇ રાદડીયા, રાજુભાઇ દોશી, મનજીભાઇ તળાવીયા, કેશુભાઇ વાઘેલા, જિલ્લા ભાજપના શરદભાઇ પંડયા સુરેશભાઇ પાનસુરીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઇ સાવજ, રાજુભાઇ નાગ્રેચા, વિજયભાઇ વાઘેલા, ચેતનભાઇ માલાણી, નીતીનભાઇ નગદીયા, મંગળુભાઇ ખુમાણ, જસુભાઇ ખુમાણ, જયસુખભાઇ કસવાળા, સતીષભાઇ મહેતા, બબુલાલ કુબાવત, રસીકભાઇ ચાંદગઢીયા, જીતુભાઇ કાછડીયા, ચાપરાજભાઇ ખુમાણ, મયુરભાઇ ખાચર, સહીત સાવરકુંડલા ભાજપ પરિવારે આવકારેલ છે.

(2:03 pm IST)