Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગોંડલમાં માજી સૈનિકનો સન્‍માન સમારોહ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ, તા.૫ : તાજેતરમાં સરહદેથી સેવામુક્‍ત થઈ માદરેવતન ગોંડલ પરત ફરનાર માણેકવાડાના સૈનિક રામદેવસિંહજી જયેંદ્રસિંહજી જાડેજાનું ક્ષત્રીય સમાજ, શહેરની વિવિધ સંસ્‍થાઓ તથા પરિવારજનોએ   સન્‍માન કર્યુ હતું. પંચવટી સોસોયટીમાં ગણેશ મંદિરથી તેમના નિવાસસ્‍થાન સુધી શણગારેલી જીપમાં ફૌજી જવાન રામદેવસિંહનું બેન્‍ડવાજા સાથે દેશભકતિના ગીત વચ્‍ચે પ્રોસેસન કઢાયું હતું.

જેમાં તાલુકા માજી સૈનિક મહા મંડળના પ્રમુખ અનૌપસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, વોર્ડ નં. ૯ના કોર્પોરેટર માજી સૈનિક શૈલેષભાઈ રોકડ, નિતેશભાઈ બાબરીયા, વિજયસિંહ જાડેજા, રસિકભાઈ પુરોહિતે  રામદેવસિંહજી કે જેઓ ફૌજ માં જમ્‍મુ કાશ્‍મીરમાં સાંભા, સુજમા, ગુલમર્ગ, પુલવામા, ઉત્તરાખંડમાં હર્ષિલ, અરૂણાચલમાં એલોંગ તથા સુજમામાં આર્મી ઓપરેશનમાં ભાગ લીધેલો તેમજ પ્‍લાવાલા બોર્ડર ઉપર ૧૯ ગ્રેનેડીયર સાથે રહી પાકિસ્‍તાનની ૨૩ બ્‍લોચના ૨૨ જવાનના માથા વાઢી નાખેલ. જેથી એમની ૧૯ ગ્રેનેડીયરનું આ આર્મી ઓપરેશન ‘જાલીમ ખંજર' તરીકે ફૌજમાં પ્રસિદ્ધ થયું એવા જાંબાજ સૈનિકને ગોંડલ તાલુકા માજી સૈનિક મહામંડળના નવા સભ્‍ય તરીકે આવકાર્યા હતા.

(1:21 pm IST)