Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ધારીના મંદિરમાં ચોરી કરનાર ઝડપાયા

 અમરેલી : ધારી પોલીસ સ્‍ટેશનમાં રજીસ્‍ટર થવા પામેલ એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૨૦૪૭૭/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૭ મુજબનો ગુન્‍હો રજીસ્‍ટર થયેલ અને ધારી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ ડી.સી.સાકરીયાની સુચના મુજબ હેડ કોન્‍સ. એ.વી.મકવાણા તથા એનાર્મ હેડ કોન્‍સ. એ.બી.વાળા તથા પો.કોન્‍સ. પી.એસ.બાબરીયા વિગેરે પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખીચા ગામેથી ઉપરોકત ગુન્‍હાના કામના બંને આરોપીઓને મુદ્દામાલ સાથે હસ્‍તગત કરેલ છે. તપાસ કરનાર અધિ સર્કલ પો.ઇન્‍સ. સા. ધારી નાઓને સોંપી આપેલ છે. આમ સદરહું ગુન્‍હાના કામના આરોપી ગુન્‍હાના દાખલ થયાની ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે. જે બંને આરોપી (૧) રોહીતભાઇ હસુભાઇ દેત્રોજા (ઉવ.૨૧) ધંધો. હિરા ઘસવાનો રહે. હિમખીમડીપરા ધારી, (૨) મહેશભાઇ ઉર્ફે જીગો હિમંતભાઇ ગુજરવાડીયા (ઉવ.૨૨) ધંધો હિરા ઘસવાનો રહે. હિમખીમડીપરા ધારી તસ્‍વીરમાં નજરે પડે છે.

(1:19 pm IST)