Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

દ્વારકામા શ્રીશંકરાચાર્ય ગુરુકુલમ શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલયમા દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી તથા પૂ. નારાયણાનંદ બ્રહ્મચારીજીની ઉપસ્થિતિમાં નૂતન પ્રયોગશાળા નું ઉદઘાટન

જેમાં જ્યોતિષ પ્રયોગશાળા, ભાષા પ્રયોગશાળા, વૈદિકગણિત પ્રયોગશાળા તેમજ આધુનિક પુસ્તકાલય જેવી સુવિધા

(વિનુભાઇ સામાણી દ્વારા )દ્વારકા તા.૫

શ્રીશંકરાચાર્ય ગુરુકુલમ શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય દ્વારકા ખાતે તાજેતર માં શ્રી શારદાપીઠ વિદ્યાસભા દ્વારા સંચાલિત શ્રી શંકરાચાર્ય ગુરુકુળ મા ધર્મ વિજ્ઞાન સંકાય નો શુભારંભ થયો છે. તારીખ 4-7-2022 ના રોજ પૂજ્ય દંડી સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી તથા પૂજ્ય નારાયણાનંદ બ્રહ્મચારી જી ની દિવ્ય ઉપસ્થિતિ માં તેમના હસ્તે શ્રી શારદાપીઠ ગૌશાળા વસઇ રોડ ખાતે આધુનિક સુવિધા સાથે નું શ્રી શંકરાચાર્ય ગુરુકુળ માં નૂતન પ્રયોગશાળા નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રયોગશાળા ગુજરાત ખાતે  દ્વારકા જિલ્લા માં પ્રથમ આધુનિક પ્રયોગશાળા બનાવવામાં આવેલ છે. જેમાં જ્યોતિષ પ્રયોગશાળા, ભાષા પ્રયોગશાળા, વૈદિકગણિત પ્રયોગશાળા તેમજ આધુનિક પુસ્તકાલય જેવી ચાર પ્રયોગશાળા નો શુભારંભ કર્યો છે.

આ પ્રયોગશાળા માં આધુનિક ટેલિસ્કોપ થી બાળક પ્રત્યક્ષ સૂર્ય ચંદ્ર તારા મંડળ ના દર્શન કરી શકે 

વૈદિક ગણિત ના માધ્યમ થી વિવિધ કુંડો ની રચના તેના માપ વગેરે નું જ્ઞાન મળે તેમજ ભાષા પ્રયોગશાળા થકી કોઈપણ ભાષા નું જ્ઞાન સોફ્ટવેર ના માધ્યમ થી થઇ શકે તથા આધુનિક પુસ્તકાલય વડે બાળક વિશ્વની કોઈ પણ સંસ્કૃત સાહિત્ય કે અન્ય સાહિત્યની પુસ્તક નું શોધન કરી પોતાના જ્ઞાન ની વૃદ્ધિ કરી સમાજ તથા રાષ્ટ્ર ને ઉપકારી બને તેવા શુભસંકલ્પ સાથે પૂજ્ય સ્વામીજી એ બાળકોને આશીર્વાદ પાઠવ્યા તથા ગુરુકુળ ના પ્રધાનાચાર્ય ડો. કુલદીપભાઈ પુરોહીતજી અને સમસ્ત શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફને આ ગુરુકુલ ના ઉજ્જવળ ભવિષ્ય હેતુ સન્માન કરી આશિષ પાઠવ્યા હતા.(તસ્વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(12:41 pm IST)