Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ઉના શહેરમાં સવા ઇંચઃ ગ્રામ્‍યમાં દોઢથી બે ઇંચ

મછૂન્‍દ્રી અને રાવલ બન્ને ડેમોમાં પાણીની આવકની આવક શરૂઃ સામતેર, સનખડા, ખાપટ, વડવીયાળા, દેલવાડા, ખાપટ, ભાચા, વાજડીમાં ગઇકાલે મેઘરાજા મન મુકીને વરસ્‍યા

(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. ઉના શહેર ત્‍થા ગ્રામ્‍ય પંથકમાં ગઇકાલે મેઘરાજાએ કૃપા વરસાવીને ઉના શહેરમાં સવા ઇંચ તથા ગ્રામ્‍ય પંથકમાં દોઢ થી બે ઇંચ વરસાદ વરસ્‍યો હતો. રાવલ ડેમ વિસ્‍તારમાં ર ઇંચ, મછૂન્‍દ્રી ડેમ વિસ્‍તારમાં બે ઇંચ વરસાદ ર૪ કલાકમાં પડી ગયો હતો. રાવલ  ડેમમાં ૧પ૩૬ કયુસેક પાણી આવતા ૧ર.૭પ મીટર ભરાયો. મછૂન્‍દ્રી ડેમ ૬૯૪ કયુસેક પાણી આવતા પ.૩પ મીટર ભરાયો હતો.
ઉના શહેરમાં સતત ચોથા દિવસે સવારથી ધીમી ધારે ત્‍થા ધોધમાર વરસાદ વરસેલ હતો. સાંજે ૬ વાગ્‍યા સુધીમાં ર૮ મી. મી. (સવા ઇંચ) વરસાદ વરસી ગયો છે. ઉનાનો મોસમનો કુલ વરસાદ ૧૭પ મી. મી. ૭ ઇંચ વરસાદ વરસ્‍યો છે. વરસાદ વરસતા શહેરના ટાવર ચોક, શાક માર્કેટ, ત્રિકોણ બાગ, બસ સ્‍ટેશન, વડલી ચોક, મછુન્‍દ્રી નદીનાં પુલ ઉપર એક માસ પહેલા બનેલ ડામર રોડમાં એકથી ૩ ફુટ પહોળા ૧ ફુટ ઉંડા ખાડા પડી જતા પાણી ભરાઇ ગયા હતાં. વાહન પડવાના બનાવ વધ્‍યા છે. એક માસમાં વરસાદથી રોડ બિસ્‍માર થઇગયો છે.
ગ્રામ્‍ય વિસ્‍તાર ભાચા, વાજડી, સામતેર, સનખણ, દેલવાડા, ખાપટ, વડવીયાળા, કેસરીયા, દોઢ થી બે ઇંચ વરસાદ વરસી ગયો છે. ગઇકાલે જંગલમાં વરસાદ વધુ પડયો હોય ઉના-ગીરગઢડા તાલુકામાં આવેલ રાવલ ડેમ ઉપર ઇંચ વરસાદ પડેલ મોસમનો ૧૧ ઇંચ વરસાદ વરસેલ. ઉપરવાસ વરસાદને કારણે ૧પ૩૬ કયુસેક પાણીની આવક આવતા ૧ર.૭પ મીટર ભરાયો છે. ૧૯ મીટરે ઓવરફલો થાય છે.
મછૂન્‍દ્રી ડેમ ઉપર ગઇકાલે બે ઇંચ વરસાદ વરસી જતા ૧૦ ઇંચ મોસમનો નોંધાયો છે. જંગલમાં વરસાદ થતાં ૬૯૪ કયુસેક પાણીની આવક આવતાં હાલ પ.૩પ  મીટર ભરાયો છે. જે ૧૦ મીટરે ઓવર ફલો થાય છે.

 

(12:04 pm IST)