Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

બગસરા પાલિકાની સભામાં શાબ્‍દિક ટપાટપી

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા. ૫ : નગરપાલિકામાં સામાન્‍ય સભા મળી વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવેલ. જેમાં અમરેલી રોડ ડામર રોડ બનાવેલ ૪૫ દિવસ પહેલા બનાવેલ ડામર રોડમાં ખાડા પડી જતા તે મુદ્દા ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી અનેક વિકાસના કામો વિશે ચર્ચાઓ થઈ હતી તેમજ વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા તમામ મુદ્દાઓ ને ધ્‍યાનમાં લઇ ચર્ચાઓ કરવામાં આવી હતી ભાજપના કુલ ૧૮ સભ્‍યો હાજર હતા. જયારે કોંગ્રેસમાંથી સાત સભ્‍યો હાજર રહ્યા હતા નગરપાલિકાના વોર્ડ નંબર બે ના મહિલા સદસ્‍ય દ્વારા ઉગ્ર રજૂઆત પ્રમુખને કરવામાં આવી હતી.બગસરા નગરપાલિકાના પ્રમુખ પરેશભાઇ ખીમસુરીયા અધ્‍યક્ષની સામાન્‍ય સભા મળી. અમુક મુદ્દાઓને ધ્‍યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવ્‍યો. આ તકે નગરપાલિકાના પ્રમુખ પરેશભાઇ ખીમસુરીયા ઉપ-પ્રમુખ રાજુભાઇ ગીડા ચિફ ઓફિસર ભાવનાબેન ગોસ્‍વામી હેડ કલાર્ક ખીમસુરીયા સહિત હાજર રહ્યા હતા. ભાજપના સદસ્‍યો મહેશભાઈ દ્વારા આ સામાન્‍ય સભામાં તેમના પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી હતી તેના પ્રશ્નોને નગરપાલિકાના પ્રમુખ ખીમસુરીયા દ્વારા પ્રશ્નનો નિકાલ કરવા ખાતરી આપી હતી.

આ ઉપરાંત હુડકો વિસ્‍તારના ભાજપના મહિલા સદસ્‍ય મુક્‍તિબેન દ્વારા હુડકોના પ્રશ્નોનો નિકાલ કરવા માટે તેમણે પ્રમુખ પરેશભાઈ ખીમસુરીયા તથા ઉપપ્રમુખ રાજુભાઈ ગીડાને રજૂઆત કરી હતી આ તમામ પ્રશ્નનો નિકાલ કરવા માટે નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા ખાતરી આપી હતી.

(11:58 am IST)