Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગોવિંદપરામાં વાછરડાની કતલ અટકાવતી પોલીસ

પ્રભાસપાટણ તા. ૫ : ગીરસોમનાથ એલ.સી.બી.ના ઇન્‍ચાર્જ ઇન્‍સ પેક્‍ટર કે. જે.ચૌહાણ, એ. એસ. આય. મેસુરભાઈ વરૂ, અજીતસિંહ પરમાર, લતાબેન પરમાર, પો. હેડ. કો. નરેન્‍દ્રભાઈ પટાટ, ભાવેશ મોરી, વીરાભાઇ ચંડેરા., ગોપાલભાઈ મકવાણા સહિતે પ્રભાસ પાટણ વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમિયાન ગોવિદપરાના વાડી વિસ્‍તાર પાસે પહોંચતા બાતમી મળેલ કે ગોવીંદપરા ખાખરા પીરની દરગાહની બાજુમા બાવળની વાડમાં વાહીદભાઈ મીરા જીભાઈ સુમરા અને રફીકભાઈ કરીમભાઇ પંજા રે. બંને ગોવિદપરા વાળા ગેરકાયદે પશુઓ બાન્‍ધી અને ત્‍યાં કતલ કરવાના ઇરાદે હાજર હોય જેથી રેઇડ કરતા ચાર વાછરડાને કતલ કરવાના ઇરાદે ત્રાસ દાયક રીતે ચારો કે પાણી વગર બાંધી રાખેલ આ બંનેની પૂછપરછ કરતા પુંજીબેન દેવીપૂજક રે. ગોરખમઢી વાળા પાસેથી આ વાછરડા વેંચાતા લીધેલ અને મીરાજીભાઈ કાલુભાઇ સુમરાએ મદદગારી કરેલ જેને પકડવાના બાકી છે.

(12:11 pm IST)