Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સોમનાથમાં સંસ્‍કળત બાલ કેન્‍દ્રનું ઉદ્‌ઘાટન

પ્રભાસ પાટણ : શ્રી સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડો. લલિતકુમાર પટેલની પ્રેરણાથી તથા કુલસચિવ ડો. દશરથભાઈ જાદવના અધ્‍યક્ષ સ્‍થાને સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટી અને સંસ્‍કૃત ભારતી ગીર સોમનાથના સંયુક્‍ત ઉપક્રમે  સોમનાથ બાલ કેન્‍દ્રનો ઉદ્‌ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ સ્‍વરૂપે વેરાવળના કાર્યવાહક પ્રફુલભાઈ હરિયાણીએ તથા આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર અને સંસ્‍કળત ભારતી ગીર સોમનાથના જિલ્લા સંયોજક  ડો. ડી. એમ. મોકરીયાની વિશેષ ઉપસ્‍થિતિ હતી. કાર્યક્રમમાં યુનિવર્સિટીના અધ્‍યાપકો તેમજ અન્‍ય વિદ્યાલયોમાંથી આવેલા શિક્ષકો તેમજ તેમના છાત્રો ઉપસ્‍થિત રહ્યા હતા. મહાનુભાવોએ સંસ્‍કળતના ગૌરવ વિશે વાત કરી હતી તથા કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્‍યો હતો. ડો. આશાબેન માઢકે કાર્યક્રમની રૂપરેખા  તથા  કિંજલબેન ગોરફાડે સંસ્‍કળત વસ્‍તુ પ્રદર્શની પ્રદર્શિત કરી હતી. વિદ્યાલયના બાળક સમૂહમાંથી પ્રેયાંશે સંસ્‍કળતની સરળતાનું પ્રદર્શન ગીત, સંભાષણ અને અભિનય વાર્તા દ્વારા કર્યુ હતું. પાયલબેન ચાવડાએ આભાર વિધિ તથા સંચાલન ડો. અમિષાબેન દવેએ કર્યુ હતું.(તસ્‍વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:55 am IST)