Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ઉપલેટાની દેશાઈ પ્રાથમીક શાળાના વિદ્યાર્થીએ એનએમએમએસ પરીક્ષામાં મેરીટમાં સ્‍થાન મેળવ્‍યુ

(જગદોશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૫ : ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા એનએમએમએસ નેશનલ કક્ષાની સ્‍કોલરશીપ પરીક્ષાનું પરીણામ તાજેતરમાં જાહેર થતાં ઉપલેટા નગરપાલીકા સંચાલીત શહેરની  દેશાઈ પ્રાથમીક શાળામા ધો. ૮ માં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી ટીલાવત માનવે પરીક્ષામાં મેરીટમાં સ્‍થાન પ્રાપ્ત કરીને સ્‍કોલરશીપ મેળવીને શાળા પરિવાર અને નગર પ્રાથમીક શિક્ષણ સમીતી ઉપલેટાનું ગૌરવ વધારેલ છે. શાળાના આચાર્ય જગદીશભાઈ વસરા અને માર્ગદર્શન આપનાર શિક્ષકો વિપુલભાઈ એરડા, રવિભાઈ લશ્‍કરી, ભીનીબેન સોલંકી, જાનકીબેન વેગડા સહીતના શિક્ષકોએ પરીક્ષાની તૈયારી માટે જેહમત ઉઠાવી હતી. જે બદલ માનવ ને ઉજ્જવળ કારકિર્દી બનાવવા શિક્ષકોએ શુભેચ્‍છા પાઠવી હતી

(11:53 am IST)