Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ધ્રાંગધ્રા સબ જેલમાંથી મોબાઈલ- ચાર્જર મળ્‍યા

વઢવાણ, તા.૫: ધ્રાંગધ્રા સબજેલ ફરી ચર્ચામાં આવી છે. જેમાં ધ્રાંગધ્રા સબજેલમાંથી પ્રતિબંધિત ચીજ વસ્‍તુઓ મળી આવતા ચકચાર મચી છે. ઝળ્‍લ્‍ભ્‍ સહિતના પોલીસ સ્‍ટાફ દ્વારા જેલમાં આકસ્‍મિક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન છ નંબરની બેરેકમાંથી મોબાઈલ ફોન અને ચાર્જર સહિતની પ્રતિબંધિત વસ્‍તુઓ મળી આવી હતી. આ અંગે પોલીસ વિભાગ દ્વારા જેલ પ્રિઝન એક્‍ટ અનુસાર ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધ્રાંગધ્રા સબજેલમાં નાણા પડાવી અને તમામ પ્રકારની સવલતો આરોપીઓને આપવામાં આવતી હોવાની શંકા પોલીસ બેડા દ્વારા સેવવામાં આવી રહી છે.

(11:33 am IST)