Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વડિયાનો સાગર કાવડિયા સગીરાને ભગાડી જતા ઝડપાયો

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૫: રાજકોટના લોધીકા પંથકની સગીર બાળાને લગ્નની લાલચ આપી વડિયાના સાગર રાજુભાઈ કાવડીયા બાળા સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં ભગાડી જતા સગીરાના પિતા સંજયભાઈ ધનજીભાઈ પરમાર દ્વારા લોધીકા પોલીસ સ્‍ટેશન માં ફરિયાદ દાખલ થતા ગોંડલ સીપીઆઇ ગોસાઈ અને IUCAW (મહિલા યુનિટ )દ્વારા ખાસ ટીમ બનાવી ને આરોપી ને તારીખ ૦૨/૦૭ના રોજ પકડી પાડી પોલીસના હવાલે કરેલ હતો. આ ટીમ માં ગોંડલ સીપીઆઇ એન. જી.ગોસાઈ અને મહિલા યુનિટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

(11:10 am IST)